આ ત્રણ રાજ્યો એવા છે જેમાં ચૂંટણીના સાતેય તબક્કા દરમિયાન થશે મતદાન
Trending Photos
નવી દિલ્હી : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી મુદ્દે તારીખોની જાહેરાત કરી દીધી છે. એટલે કે આજથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ કરી દીધી છે. રવિવારે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચના મુખ્ય કમિશ્નર સુનિલ અરોરાએ ચૂટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચના અનુસાર લોકસભા ચૂંટણી 2019 માટે 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. બીજી તરફ બિહારમાં તમામ સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે.
ચૂંટણી પંચના મુખ્ય કમિશ્નર સુનીલ અરોરાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, તેઓ ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી રહ્યા છે. આજથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થશે. તેમણે ચૂંટણી મુદ્દે અપાયેલા નિર્દેશો અંગે વાત કરી તેમણે 2019ના રોજ લોકસભા ચૂંટણીમાં અનેક મુદ્દાઓ પર અલગ કાર્યકર ચૂંટણીને વધારે સારી બનાવવા અંગે વાત કરી.
બીજી તરફ જો બિહારની વાત કરીએ તો બિહાર એવું રાજ્ય છે જેમાં ચૂંટણીનાં સાતેય તબક્કા દરમિયાન મતદાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં 40 લોકસભા સીટો પર ચૂંટણી થવાની છે. બિહારમાં પહેલા તબક્કામાં 11 એપ્રીલે 4 સીટો પર ચૂંટણી થશે. ત્યારથી માંડીને સાતમાં તબક્કા સુધી વિવિધ સીટો પર મતદાન થતુ થશે. બિહાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ આ ત્રણ રાજ્યો એવા છે જેમાં તમામ 7 રાઉન્ડ માટે મતદાન થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે