38 વર્ષ પછી ઘરે પહોંચ્યો શહીદ જવાનનો પાર્થિવ દેહ, 1984 થી સિયાચિનના બરફમાં દટાયું હતું શરીર!

સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ જવાનોના પાર્થિવ શરીર નહોતા મળ્યાં, જેના પછી સેનાએ શહીદ ચંદ્રશેખર હર્બોલાના ઘરે આ ખબર આપી હતી કે ચંદ્રશેખર બરફના તોફાનના કારણે શહીદ થયા છે.

38 વર્ષ પછી ઘરે પહોંચ્યો શહીદ જવાનનો પાર્થિવ દેહ, 1984 થી સિયાચિનના બરફમાં દટાયું હતું શરીર!

Chandrashekhar Harbola Siachen: વર્ષ 1984માં સિયાચીનમાં શહીદ થયેલા 19 કુમાઉં રેજીમેન્ટના જવાન ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર 38 વર્ષ પછી ઉત્તરાખંડના હલદ્વાનીમાં તેમના ઘરે પહોંચ્યું. મળતી માહિતી અનુસાર સિયાચીનમાં બરફના તોફાનમાં 19 લોકો ચપેટમાં આવ્યા હતા. પછી સર્ચ ઓપરેશનમાં 14 જવાનોના શવ રિકવર કરવામાં આવ્યા હતા. 5 જવાનોના પાર્થિવ શરીર નહોતા મળ્યા. તેમા શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું નામ પણ સામેલ હતું. શહીદના ઘરના લોકોને પણ તે સૂચના આપવામાં આવી હતી કે તેમનુ પાર્થિવ શરીર નથી મળ્યું. તે બરફના તોફાનમાં આવીને શહીદ થઈ ગયા. પરંતુ સમય પછી એવો બદલાયો કે હવે 38 વર્ષ પછી શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચ્યું. 

No description available.

ઑપરેશન મેઘદૂત વખતે શહીદ થયા હતા લાંસ નાયક-
આપને જણાવી દઈએ કે 19 કુમાઉં રેજીમેન્ટમાં તેનાત લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલા 29 મે 1984ના રોજ સિયાચીનમાં ઓપરેશન મેઘદૂત દરમિયાન શહીદ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તે બરફના તોફાનમાં ઑપરેશન મેઘદૂતમાં 19 લોકો બરફમાં દબાયા હતા. જેમાંથી 14 જવાનોના શવ રિકવર થયા હતા.

સર્ચ ઓપરેશનમાં નહોતા મળ્યાં 5 જવાનોના શવ-
સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ જવાનોના પાર્થિવ શરીર નહોતા મળ્યાં, જેના પછી સેનાએ શહીદ ચંદ્રશેખર હર્બોલાના ઘરે આ ખબર આપી હતી કે ચંદ્રશેખર બરફના તોફાનના કારણે શહીદ થયા છે.

જૂની ધૂંધળી યાદો થઈ ગઈ તાજા-
મહત્વનું છે કે શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાના પરિવારજનોને હવે પાર્થિવ શરીર મળવાની ખબર મળી તો તેમની જૂની યાદો ધૂંધળી થઈ ગઈ. આપને જણાવી દઈએ કે શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર 15 ઓગસ્ટ 2022ના રોજ તેમના ઘરે પહોંચ્યુ છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news