Karnataka: ખુરશી જવાની અટકળો વચ્ચે BS Yediyurappa એ આપ્યો પદ છોડવાનો સંકેત, જાણો શું કહ્યું?

મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પદ છોડવાના સંકેત આપ્યા છે.

Karnataka: ખુરશી જવાની અટકળો વચ્ચે BS Yediyurappa એ આપ્યો પદ છોડવાનો સંકેત, જાણો શું કહ્યું?

બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બદલવાની ચર્ચા ચારેકોર છે. ગત અઠવાડિયે સીએમ બી એસ યેદિયુરપ્પાએ પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં કરેલી બેઠક બાદ અટકળો તેજ થઈ હતી. આ બધા વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પદ છોડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે હાઈ કમાન જે નિર્દેશ આપશે તેને તેઓ માનશે. 

ભાજપને સત્તામાં લાવવી તે મારું કર્તવ્ય-યેદિયુરપ્પા
સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અમારી સરકારના 2 વર્ષ પૂરા થયાના અવસરે 26 જુલાઈના રોજ એક કાર્યક્રમ છે. ત્યારબાદ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા જે પણ નિર્ણય લેશે, તેનું હું પાલન કરીશ. ભાજપને સત્તામાં પાછો લાવવો એ મારું કર્તવ્ય છે. હું પાર્ટી કાર્યકરો અને સમર્થકોને સહયોગ કરવાનો આગ્રહ કરું છું.

— ANI (@ANI) July 22, 2021

યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને પણ રાજીનામાના આપ્યા હતા સંકેત
આ અગાઉ બુધવારે બીએસ યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને પણ રાજીનામું આપવાના સંકેત આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે મને ગર્વ છે કે ભાજપનો વફાદાર કાર્યકર છું. મારા માટે એ સન્માનની વાત છે કે મે ઊંચા આદર્શોનું પાલન કરતા પાર્ટીની સેવા કરી છે. હું બધાને આગ્રહ કરું છું કે પાર્ટીના સંસ્કારો મુજબ આચરણ કરે અને એવું કોઈ પ્રદર્શન કે અનુશાસનહિનતા ન કરે, જેનાથી પાર્ટીને શરમિંદગી ઝેલવી પડે. 

— B.S. Yediyurappa (@BSYBJP) July 21, 2021

પીએમ મોદી ઉપરાંત અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત
કર્ણાટક સરકારના બે વર્ષ પૂરા થતા પહેલા બી એસ યેદિયુરપ્પા ગત અઠવાડિયે દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ યેદિયુરપ્પાને પદથી હટાવવા અંગેની અટકળો તેજ થઈ હતી. જો કે દિલ્હીથી પાછા ફર્યા બાદ તેમણે અટકળોને ફગાવી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news