હવે પ્રાથમિક શાળાઓ પણ ઓફલાઇન શરૂ કરવા માંગણી, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે ત્યારે તેને ધ્યાને લઇ પ્રાથમિક શિક્ષણ કાર્ય રોટેશન પદ્ધતિથી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી છે.

હવે પ્રાથમિક શાળાઓ પણ ઓફલાઇન શરૂ કરવા માંગણી, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (cabinet meeting) ચાલી રહી છે. જેમાં રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તેમજ મંત્રીઓએ અલગ અલગ જિલ્લાઓમા કરેલા પ્રવાસ અને તેના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના પ્લાનિંગ અંગે આ બેઠકમાં આખરી ઓપ અપાઈ શકે છે. આ ઉપરાંત આ બેઠકની મહત્વની ચર્ચા ધોરણ 9-11 ના વર્ગો ચાલુ (school reopen) કરવા અંગે હશે. 

ત્યારે હવે ગુજરાતની પ્રાથમિક શાળાઓ પણ ઓફલાઇન શરૂ કરવા માટે માંગણી કરવમાઅં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે ત્યારે તેને ધ્યાને લઇ પ્રાથમિક શિક્ષણ કાર્ય રોટેશન પદ્ધતિથી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી છે.
 

પહેલાં ધોરણ 6 થી 8 અને ત્યારબાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા માંગણી કરવમાઅં આવી છે. ઓનલાઇન શિક્ષણમાં મોબાઇલ નેટવર્ક અને શેરી શિક્ષણમાં સમસ્યા આવતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

શાળા શરૂ કરવા સંચાલકોની માંગણી 
ગુજરાતના અનેક શહેરોની શાળાઓ દ્વારા ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવા માંગણી કરાઈ છે. કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. અને બધું જ ખુલી રહ્યું છે, ત્યારે સ્કૂલો જ શા માટે બંધ રાખવામાં આવી રહી છે. તબક્કાવાર તમામ વર્ગો શરૂ કરવા સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે. 

શાળા સંચાલકોનું માનવુ છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાઈ હતી, તે જ રીતે આ વખતે પણ મંજૂરી આપવામા આવે. શાળા સંચાલકો પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરશે. ત્યારે આ હેતુથી આજની કેબિનેટ બેઠક બહુ જ મહત્વની બની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news