Corona Update: દેશમાં એક જ દિવસમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ, હવે અહીં લાગશે સંપૂર્ણ લોકડાઉન
દેશના અનેક રાજ્યોમાં કોવિડ 19ના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલાત ચિંતાજનક છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 47 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર કોરોનાને કાબૂમાં લેવા માટે સતત આકરા પગલા લઈ રહી છે.
Trending Photos
મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં કોવિડ 19ના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલાત ચિંતાજનક છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 47 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર કોરોનાને કાબૂમાં લેવા માટે સતત આકરા પગલા લઈ રહી છે.
દેશમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 47,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોનાના કેસનો આંકડો 1,17,34,058 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,12,05,160 લોકો સાજા થયા છે અને 3,68,457 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,60,441 થયો છે. કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 5,08,41,286 લોકોને રસી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક
ICMR મુજબ મંગળવારે જે 275 લોકોએ જીવ ગુમાવ્યા તેમાંથી 132 મોત મહારાષ્ટ્રમાં, 53 પંજાબમાં, 20 છત્તીસગઢ અને 10 મોત કેરળમાં થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 53,589 લોકોએ જીવ ગુમાવ્યા છે.
India reports 47,262 new #COVID19 cases, 23,907 recoveries, and 275 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 1,17,34,058
Total recoveries: 1,12,05,160
Active cases: 3,68,457
Death toll: 1,60,441
Total vaccination: 5,08,41,286 pic.twitter.com/cMkdxVscu8
— ANI (@ANI) March 24, 2021
બીડમાં લાગશે લોકડાઉન
વધતા સંક્રમણને જોતા મહારાષ્ટ્રના બીડમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જિલ્લાધિકારી તરફથી આદેશ બહાર પાડવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન મેરેજ હોલ, હોટલ બંધ રાખવામાં આવે છે. તમામ પ્રાઈવેટ ઓફિસો પણ બંધ રાખવામાં આવશે. કરિયાણા, દૂધ અને મેડિકલ સહિત જરૂરી સેવાઓ ચાલુ રહેશે. જિલ્લાની તમામ શાળાઓ, કોલેજ બંધ રાખવાના આદેશ અપાયા છે.
Lockdown to be imposed in Beed district of Maharashtra from 26th March to 4th April.
— ANI (@ANI) March 24, 2021
ગુજરાતમાં પણ વકર્યો કોરોના, ચિંતાજનક સપાટી વટાવી ઐતિહાસિક 1730
ગુજરાતમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ ધીરે ધીરે ફરી વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 1730 કેસ નોંધાયા છે. બીજી તરફ 1255 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,77,603 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.60 ટકા થયો છે.
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા દરેક મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1730 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ થયા છે. સૌથી વધુ સુરતમાં 577, અમદાવાદમાં 509, વડોદરામાં 162 અને રાજકોટમાં 140 નવા કેસ નોંધાયા છે. આવામાં ગુજરાતની સ્થિતિ વકરી રહી છે. આવામાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે કોરોના આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત છે.
સુરતમાં કોરોનાએ બદલ્યું રૂપ
ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેમાં સુરતમાં કોરોનાના નવા લક્ષણોએ ચર્ચા જગાવી છે. ગત વર્ષે કોરોના થવાના જે લક્ષણો હતો, તેનાથી એકદમ વિપરિત કોરોનાના નવા લક્ષણો હાલ સુરતમાં જોવા મળી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો છે, જેના લક્ષણો પણ સાવ અલગ છે.
સુરતમાં કોરોનાના નવા લક્ષણો
શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ આવવી, લાલ થવી, ગળામાં દુ:ખાવો થવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી, ડાયરિયા થવો, પેટમાં દુખવું, માથામાં દુખાવો થવો, ચામડી પર ખંજવાળ આવવી. આ લક્ષણો દેખાવા પર પાલિકાએ તાત્કાલિક ટેસ્ટ કરવવાની સૂચના આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે