ગઠબંધનમાં ગાંઠ, 10 ડિસેમ્બરે મહાગઠબંધનની બેઠકમાં માયાવતી અંગે સસ્પેન્સ

અગાઉ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન ચૂંટણીમાં બસપા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇન્કાર કરી ચુક્યું છે

ગઠબંધનમાં ગાંઠ, 10 ડિસેમ્બરે મહાગઠબંધનની બેઠકમાં માયાવતી અંગે સસ્પેન્સ

નવી દિલ્હી : વિપક્ષી મહાગઠબંધનની કાનાફુસી વચ્ચે 10 ડિસેમ્બરે દેશનાં તમામ મહત્વનાં વિપક્ષી દળોની બેઠક યોજાવા જઇ રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડૂ આ બેઠકનાં આયોજક છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસપા સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ તેમાં સંડોવાયેલા હોવા અંગે સસ્પેન્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માયાવતી લગભગ આ બેઠકમાં ભાગ નહી લે. સુત્રોનાં હવાલાથી આવી રહેલા અહેવાલો અનુસાર એમ પણ કહેવાઇ રહ્યું છે કે, તેમનાં પ્રતિનિધિ સતીશ ચંદ્ર મિશ્રાને આ અંગે મનાવવાનાં પ્રયાસ કર્યા હતા જો કે કોઇ સફળતા નહોતી મળી. 
ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ પણ પરિસ્થિતીમાં યુદ્ધ શક્ય નથી: ઇમરાન ખાન...
અગાઉ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન ચૂંટણીમાં બસપાએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ માયાવતી આ સંભવિત પગલાને વિપક્ષી એકતાની દ્રષ્ટીએ એક મોટી નિષ્ફળતા માનવામાં આવી રહી છે. આ વર્ષે માર્ચમાં કર્ણાટક ચૂંટણી બાદથી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર ચાલી રહી છે. આ ઉપરાંત યુપીનાં ગોરખપુર, કૈરાના, ફુલપુર લોકસભા પેટા ચૂંટણીમાંવિપક્ષે ગઠબંધન બનાવીને ભાજપને પરાજિત કર્યું હતું. ત્યાર બાદથી જ 2018 લોકસભા ચૂંટણીમાં યૂપીમાં સપા, બસપા અને કોંગ્રેસના મહાગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે પ્રકારે માયાવતીએ કોંગ્રેસને નજરઅંદાજ કર્યા, તેના કારણે આ પ્રકારની સંભાવનાઓ પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે. 
ગુજરાતનો આ દરિયા કિનારો છે ખુબ જ પ્રખ્યાત, પરંતુ ગણાય છે 'ભૂતિયો બીચ'...
સપા-બસપા ગઠબંધન સામે પણ પ્રશ્નાર્થ
સપા નેતા અખિલેશ યાદવ પણ અનેક વખત કહી ચુક્યા છે કે જો બસપા સાથે ગઠબંધનના મુદ્દે તેમણે બે ડગલા પાછળ પણ હટવું પડશે તો તેઓ તૈયાર છે. રાજનીતિક નિષ્ણાતો અનુસાર બસપા સાથે સીટોની સમજુતીની દ્રષ્ટીએ અખિલેશ યાદવે આ વાત કરી. જો કે બસપા તરફથી અત્યાર સુધી સ્પષ્ટ રીતે કોઇ પણ દળની સાથે ગઠબંધન મુદ્દે કંઇ પણ નથી કર્યું. યૂપીમાંવિપક્ષી દળોનું ગઠબંધન એટલા માટે મહત્વનું છે કારણ કે રાજ્યમાં 80 લાખ લોકસભા સીટોમાંથી ગત્ત વખત ભાજપનાં નેતૃત્વએ 73 સીટો જીતી હતી. એવામાં ભાજપને અટકાવવા માટે મહાગઠબંધનની ખુબ જ જરૂર છે. જો કે માયાવતીનું વલણ અકળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news