અયોધ્યા વિવાદમાં હવે 13 જુલાઈએ થશે આગામી સુનાવણી

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, મસ્જિદમાં નમાજ માટે ભેગા થવું ઈસ્લામનો જરૂરી ભાગ. જે રીતે ઈસાઈ રવિવારે ચર્ચમાં પ્રાર્થના માટે ભેગા થાય છે. 

અયોધ્યા વિવાદમાં હવે 13 જુલાઈએ થશે આગામી સુનાવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં રામ મંદિરલને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે મુસ્લિમ પક્ષ પર આરોપ લગાવ્યો છે કે તેના તરફથી 1994ના જે નિર્ણયનો અત્યારે હવાલો આપવામાં આવી રહ્યો છે તેની માન્યતાને લઈને ક્યારેય સવાલ કરવામાં આવ્યા નથી. 

ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, નિચલી કોર્ટે અને ન તો હાઈકોર્ટમાં આ મામલાને ઉઠાવવામાં આવ્યો છે. છેલ્લા 8 વર્ષથી મામલે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ આ મામલાને ક્યારેય ઉઠાવવામાં આવ્યો નથી. 

રામ મંદિરને લઈને કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાનો પક્ષ રાખતા ઉત્તર પ્રદેશ સરકારે મુસ્લિમ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે મામલો 8 વર્ષથી પેન્ડિંગ છે, પરંતુ આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો નથી. હવે જ્યારે મામલામાં તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે તો આ મામલાને ઉઠાવવામાં આવી રહ્યો છે. આને અત્યારે સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવી રહ્યો છે જેથી મુખ્ય મામલાની સુનાવણીમાં વાર લાગે. 

દેશની સર્વોચ્ચ ન્યાયાલય 13 જુલાઇએ આ મામલાની આગામી સુનાવણી કરશે. 

— ANI (@ANI) July 6, 2018

આ પહેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને સુન્ની વક્ફ બોર્ડ તરફતી પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, ઇસ્લામમાં મસ્જિદનું મહત્વ છે અને આ સામૂહિકતાવાલો ધર્મ છે. 

તેમણે કહ્યું કે ઈસ્લામમાં મસ્જિદનું પોતાનું મહત્વ છે, ઇસ્લામમાં નમાજ ગમે ત્યાં અદા કરી શકાય છે, સામૂહિક નમાજ મસ્જિદમાં થાય છે. 

આ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અયોધ્યામાં રામ જન્મભૂમિમાં પૂજાની અરજી પર જલ્દી સુનાવણીથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સ્વામીને કહ્યું કે, તેઓ અરજીનો બાદમાં ઉલ્લેખ કરો. 

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી. વાઇ ચન્દ્રચૂડની પીઠે વિવાદ સંબંધમાં સ્વામીની અરજીને તુરંત સૂચીબદ્ધ કરવા અને તેના પર સુનાવણીની વિનંતી પર વિચાર કર્યા બાદ કહ્યું કે, તમે બાદમાં તેનો ઉલ્લેખ કરો. 

તેના પર સ્વામીએ કહ્યું કે પછી શબ્દ ખૂબ વિસ્તૃત અર્થવાળો છે અને તે 15 દિવસ બાદ ફરી આ અરજીને રાખશે. સુપ્રીમ કોર્ટ સ્વામીને આવી જ અપીલ પહેલા પણ અસ્વીકાર કરી ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news