ડિજિટલ બૈંકિંગમાં વધારે ઠગાઇ રહ્યા છે કસ્ટમર: બેંકો ઓશીયાળી બની

નોટબંધી બાદ ડિજિટલ વ્યવહારોમાં થયેલા વધારાને પગલે ડિજિટલ ફ્રોડની ઘટનાઓમાં પણ વધારો થવા પામ્યો છે

ડિજિટલ બૈંકિંગમાં વધારે ઠગાઇ રહ્યા છે કસ્ટમર: બેંકો ઓશીયાળી બની

નવી દિલ્હી : ડિજિટલ બૈંકિંગમાં વધારો થવાનાં કારણે નાણાકીય ફ્રોડની ઘટનાઓમાં વધારો થયો છે. આ માહિતી બેંકોની તરફથી પાર્લામેન્ટ્રી પેનલને આપવમાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2016માં સરકારની તરફથી નોટબંધી કરવામાં આવ્યા બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે.સુત્રો અનુસાર હાલમાં જ થયેલી બેઠકમાં સરકારી બેંકો તરફથી પાર્લામેન્ટ પેનલને ફાઇનાન્શિયલ ફ્રોડ અંગેની ઘટનાઓ અંગે માહિતી આપવામાં આવી. બેંકોની પેનલે કહ્યું કે, ડિજીટલ ટ્રાન્ઝેક્શન વધવાનાં કારણે ફ્રોડની ઘટનાઓમાં વધારો થયો છે. 

સંગઠીત ગેંગ સિસ્ટમ પર હૂમલાઓ કરી રહી છે.
બેંકો દ્વારા જણાવાયું કે, સાઇબર હૂમલાના કારણે ડિજિટલ બેંકિંગમાં ફ્રોડની ઘટનાઓ વધી છે. સુત્રો અનુસાર બેંકોએ પેનલને તેમ પણ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી સંગઠિત જુથની તરફથી બેંકિંગ સિસ્ટમ પર હૂમલાઓ વધ્યા છે. બેંકોએ પેનલને જણાવ્યું કે, મોટા ભાગની ફાઇનાન્શિયલ ફ્રોડ વધ્યા બ્રાઉઝર દ્વારા સિસ્ટમમાં ટેક્નીકલ ખામીઓનો ફાયદો ઉઠાવીને કરવામાં આવી રહ્યો છે. 

ફ્રોડની રકમમાં વધારો થયો
બેંકોની પેનલે જણાવ્યું કે, ફ્રોડની ઘટનાઓની સંખ્યા વધવાની સાથે ફ્રોડની રકમમાં પણ વધારો થયો છે. બેંકોએ કહ્યું કે, એફએસઆર લેબલ્ડ સાઇબર એટેક ભારતીય બૈંકિંગ સેક્ટર માટે સૌથી વધારે ખતરનાક છે. બૈંકોએ પેનલને તેમ પણ માહિતી આપી કે ટેક્નીકલ ખામીઓને દુર કરી લેવામાં આવી છે અને હવે એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનાં કારણે ફ્રોડનો પ્રયાસને સરળતાથી પકડવામાં આવી શકે છે. સરકાર અને આરબીઆઇનાં નિર્દેશો બાદ હાલની ખામીઓને દુર કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇનાં આંકડાઓ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં બૈંકિંગ ફ્રોડમાં 19.4 ટકાનો વધારો થવા પામ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news