ચૂંટણી રેલીમાં અખિલેશને યાદ આવ્યા જિન્ના, નેહરૂ-ગાંધી સાથે કરી તુલના


ઉત્તર પ્રદેશના હરદોઈમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સરદાર પટેલના બહાને જિન્નાને યાદ કર્યા છે. કહ્યુ કે, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને જિન્ના એક સંસ્થામાંથી ભણીને નિકળ્યા. તેમની વિચારધારા એક હતી. 

ચૂંટણી રેલીમાં અખિલેશને યાદ આવ્યા જિન્ના, નેહરૂ-ગાંધી સાથે કરી તુલના

લખનઉઃ ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં સમાજવાદી વિજય રથ યાત્રા લઈને પહોંચેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav)  લખનઉ પબ્લિક સ્કૂલમાં આયોજીત જનસભા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હુમલો કર્યો. આ દરમિયાન અખિલેશ યાદવે સરદાર વલ્લભ ભાઈ પટેલ (Sardar Vallabh Bhai Patel) ના બહાને પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી જિન્નાને પણ યાદ કર્યા. અખિલેશ યાદવે કહ્યુ કે, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને જિન્ના એક સંસ્થામાંથી અભ્યાસ કરીને નિકળ્યા અને બેરિસ્ટર બન્યા, તેની વિચારધારા એક હતી. 

યોગીએ આ માટે ન વહેંચ્યા લેપટોપ
ભાજપ પર હુમલો કરતા તેમણે કહ્યું કે, આવી વિચારધારા જે બધાને જાતિ અને ધર્મમાં વિભાજીત કરવાનું કામ કરે, અમે આવી વિચારધારાને માનીશું નહીં. તેમણે કહ્યુ કે, મુખ્યમંત્રીને લેપટોપ ચલાવતા આવડતું નથી અને ન મોબાઇલ વાપરતા આવડે છે. તેથી મુખ્યમંત્રીએ લેપટોપ આપ્યા નહીં. યોગી સરકાર પર હુમલો કરી પોતાની સરકારના વિકાસ કાર્યોને ગણાવતા કહ્યુ કે, ધુમાડો કરનાર સરકારને ધુમાડામાં ઉડાવી દો. 

સંઘની વિચારધારા પર કર્યો હુમલો
અખિલેશ યાદવે કહ્યુ કે, સરદાર પટેલ જમીનને ઓળખતા હતા અને જમીન જોઈને નિર્ણય લેતા હતા, તેથી તેમને આર્યન મેનથી પણ ઓળખાય છે. લોહ પુરૂષ સરદાર પટેલ જીએ એક વિચારધારા પર પર પ્રતિબંધ લગાવવાનું કામ કર્યું હતું, પરંતુ આજે જે દેશની વાત કરી રહ્યા છે, તે અમને અને તમને જાતિ અને ધર્મના આધારે વિભાજીત કરવાની વાત કરી રહ્યા છે. જો આપણે જાતિ અને ધર્મમાં વિભાજીત થઈ જશું તો દેશનું શું થશે. દુનિયામાં આપણા દેશની સૌથી મોટી ઓળખ છે કે આપણે અલગ-અલગ જાતિ અને ધર્મના લોકો એક સાથે રહે છે. દુનિયામાં અન્ય કોઈ જગ્યાએ આટલી જાતિ અને ધર્મના લોકો એક સાથે રહેતા નથી. 

અખિલેશે કર્યા પોતાના વખાણ
અખિલેશ યાદવે કહ્યુ- મેં સાંભળ્યુ છે કે હવે લખનઉમાં દેશના બધા ડીજીપી આવશે, મને તે વાતની ખુશી છે કે આવી તકે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનું કોઈ કામ દેખાડવા માટે નથી. જ્યારે દેશના મોટા-મોટા અધિકારી લખનઉ આવશે તો તે દેખાડશે સમાજવાદીઓનું ડાયલ હંડ્રેડ અને સમાજવાદી સરકાર દ્વારા બનાવવામાં આવેલી ડીજીપી ઓફિસ. જે લોકો અમારા કામનો હિસાબ માંગે છે તે વિચારે કે મુખ્યમંત્રી જી જ્યાં બેસે છે, તે પણ સમાજવાદી સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news