ચંદ્રયાન બાદ હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનું સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ મિશન " ADITYA- L1"

ADITYA- L1  તેનાં વધારાના સંસાધનોની મદદથી સૂર્યના ફોટોસ્ફિયર (હળવા અને તીવ્ર એક્સ-રે), ક્રોમોસ્ફિયર (અલ્ટ્રાવાયોલેટ કિરણઓ) અને કોરોના (નરી આંખે દેખાય તેવા અને NIR કિરણઓ)નો વિસ્તૃત અભ્યાસ કરી શકાશે

ચંદ્રયાન બાદ હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનું સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ મિશન " ADITYA- L1"

હૈદરાબાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાનમાં મળેલી સફળતા બાદ હવે આદિત્ય એલ-1 ઉપગ્રહની મદદથી સૂર્યનો અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યું છે. ઈસરો 2019-2020 સુધીમાં પૃથ્વીથી 1.5 મિલિયન કિમી દૂર પ્રભામંડળ ભ્રમણકક્ષા (હેલો ઓરબીટ)માં Aditya- L1 ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આદિત્ય એલ-1 ઉપગ્રહને પીએસએલવી-એક્સએલ રોકેટ લોન્ચરની મદદથી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ કરાશે. 

આ ઉપગ્રહ તેની સાથે 6 પેલોડ લઈ જશે, જે સૂર્યના વિસ્તૃત અભ્યાસમાં મદદ કરશે અને વિજ્ઞાનની નવી દિશાઓ ઉઘાડશે. ઈસરોના જણાવ્યા મુજબ, પહેલા આદિત્ય-1 મિશનનું આયોજન કરાયું હતું, જેમાં 400 કિગ્રા વજન ધરાવતા એક પેલોડને લઈ જતા ઉપગ્રહને લોન્ચ કરવાનું આયોજન હતું. 'વિઝિબલ ઈમિશન લાઈન કોર્નોગ્રાફ (VELC)' ધરાવતા આ પેલોડને પૃથ્વીની ભ્રમણકક્ષામાં 800 કિમી નીચે સુધી પહોંચાડવાનું આયોજન હતું. 

અમારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, પ્રાભામંડળ ભ્રમણકક્ષામાં રહેલો કોઈ પણ ઉપગ્રહ લેગ્રેન્ગેઈન પોઈન્ટ-1 (L 1) ખાતેથી સૂર્યને કોઈ પણ પ્રકારના ગ્રહણ વગર નિર્વિધ્ને સ્પષ્ટ રીતે જોઈ શકાશે. આથી અમે આદિત્ય-1 મિશનને હવે "આદિત્ય એલ-1 મિશન" બનાવી દીધું છે. 

ઈસરોએ હવે આદિત્ય-1ને સોલર કોરોનાનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જે સૂર્યનું બહારનું પડ છે અને ફોટોસ્ફિયરના હજારો કિમી સુધી લંબાયેલું છે. કોરોનાનું તાપમાન એક મિલિયન ડિગ્રી કેલ્વીન કરતાં પણ વધુ હોય છે, જે સોલાર ડિસ્કના તાપમાન અંદાજે 6000 કેલ્વિન કરતાં વધુ ઊંચું હોય છે. વૈજ્ઞાનિકો હજુ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોરોનામાં આટલું ઊચ્ચ તાપમાન કેવી રીતે પેદા થાય છે. 

ADITYA- L1  તેનાં વધારાના સંસાધનોની મદદથી સૂર્યના ફોટોસ્ફિયર (હળવા અને તીવ્ર એક્સ-રે), ક્રોમોસ્ફિયર (અલ્ટ્રાવાયોલેટ કિરણઓ) અને કોરોના (નરી આંખે દેખાય તેવા અને NIR કિરણઓ)નો વિસ્તૃત અભ્યાસ કરી શકાશે. આ ઉપરાંત, પાર્ટિકલ પેલોડ્સ સૂર્યમાંથી જે અતિસૂક્ષ્મ કણો છૂટા પડે છે તેનો અભ્યાસ કરશે. મેગ્નેટોમિટર પેલોડ પ્રાભામંડળ ભ્રમણકક્ષામાં રહેલા ચૂંબકિય ક્ષેત્રનો વિસ્તૃત અભ્યાસ કરશે. આ પેલોડને પૃથ્વીના ચૂંબકિય ક્ષેત્રથી બહારના વિસ્તારમાં સ્થાપિત કરાશે અને તેઓ પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષામાં ઉપયોગી સાબિત થશે નહીં. 

કોર્નોગ્રાફના અભ્યાસ માટે જે મુખ્ય પેલોડ હશે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. તેનાં માટેનાં સાધનો તો અન્ય પેલોડમાં હશે તે જ રહેશે. વિવિધ પેલોડનું નામ, તેનો વૈજ્ઞાનિક હેતુ અને કઈ સંસ્થા તેનો વિકાસ કરી રહી છે તેની માહિતી નીચે આપી છે. 

વિઝિબલ ઈમિશન લાઈન કોર્નોગ્રાફ (VELC) : 
- અભ્યાસઃ સોલાર કોરોનાના વિવિધ ધોરણોનો અભ્યાસ કરવા અને કોરોનલ માસ ઈજેક્શન (સૂર્યમાંથી થતો કિરણોનો વિસ્ફોટ), 3 નરી આંખે દેખાતા અને 1 ઈન્ફ્રારેડ કિરણો, સોલર કોરોનાના ચૂંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવો.
- સંસ્થાઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)

સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજિંગ ટેલિસ્કોપ (SUIT) :
- અભ્યાસઃ પારજાંબલી કિરણો(200-400nm)ની નજીક અવકાશમાં રહેલા સોલર ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરના વાતાવરણની તસવીરો પાડવી, સૌર વિકિરણોમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવો. 
- સંસ્થાઃ ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA)

આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) :
- અભ્યાસઃ સૂર્યનાં વિવિધ પવનની ગતિઓનો અભ્યાસ કરવો, તેની વહેંચણી અને તેની સ્પેક્ટ્રલ લાક્ષણિક્તાઓનો અભ્યાસ.
- સંસ્થાઃ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)

પ્લાઝમા એનાલિઝર પેકેજ ફોર આદિત્ય (PAPA) :
- અભ્યાસઃ સૌર પવનોની રચના અને તેનો અભ્યાસ, તેમાં ઊર્જાની વહેચણીનો અભ્યાસ 
- સંસ્થાઃ સ્પેશ ફિઝિક્સ લેબોરેટરી (SPL), VSSC

સોલાર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SoLEXS) :
- અભ્યાસઃ સોલાર કોરોનાને ગરમ કરતા તંત્રનો વિસ્તૃત અભ્યાસ, તેમાંથી વિખૂટા પડતા ક્ષ-કિરણો પર નજર રાખવી અને અભ્યાસ કરવો. 
- સંસ્થાઃ ઈસરો સેટેલાઈટ સેન્ટર (ISAC)

હાઈ એનર્જી L1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL1OS) :
- અભ્યાસઃ સોલાર કોરોનામાં સર્જાતી ગતિશીલ ઘટનાઓનો અભ્યાસ, સૂર્યમાં થતા વિવિધ વિસ્ફોટો દરમિયાન વિખૂટી પડતી ઊર્જા અને તેમાંથી નિકળતા સૂક્ષ્મ કણોનો અભ્યાસ કરવો. 
- સંસ્થાઃ ઈસરો સેટેલાઈટ સેન્ટર (ISAC) અને ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરી (US)), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)

મેગ્નેનોમીટર 
- અભ્યાસઃ આંતરગ્રહીય મેગ્નેટિક ફિલ્ડ (ચૂંબકીય ક્ષેત્ર)ની તીવ્રતા અને પ્રકૃતિને માપવા માટે
- સંસ્થાઃ લેબોરેટરી ફોર ઈલેક્ટ્રો-ઓપ્ટિક સિસ્ટમ્સ (LEOS) અને ISAC.

આમ, ઉપરોક્ત વિવિધ પ્રકારનાં પેલોડની મદદથી આદિત્ય એલ-1 મિશન દ્વારા ભારતની વિવિધ સંસ્થાઓમાં રહેલા વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં ચાલતી ગતિવિધીઓ અને સૂર્ય તથા તેના આજુબાજુનાં વિસ્તારમાં થતી ગતિવિધીઓ પર નજર રાખી શકશે. નવા આદિત્ય એલ-1 પ્રોજેક્ટની મદદથી સૂર્યમાં જે ગતિશિલ પ્રક્રિયાઓ ચાલી રહી છે તેને સમજવામાં મદદ મળશે. સાથે જ સોલાર ફિઝિક્સ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news