2 કપ ઓછી ચા પીવાથી પણ બની શકો લાખોપતિ! આજે પણ અડધું ભારત નથી જાણતું આ સીક્રેટ્સ

Mutual Funds: શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરરોજ 2 કપ ચા ઓછી પીવાથી પણ તમે લાખો રૂપિયાનું ફંડ બનાવી શકો છો. આજે અમે તમને આવા જ રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ. આ રીતે તમે થોડા વર્ષોમાં લાખોના માલિક બની જશો. ચા ન પીવાથી તમે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ બન્નેમાં સુધારો જોશો.

બે કપ ચા ઓછી પીવાની ટેવ

1/5
image

ધારો કે તમે આજથી દરરોજ બે કપ ઓછી ચા પીવાનું શરૂ કરો. હાલમાં દરેક જગ્યાએ ચાની સરેરાશ કિંમત 10 રૂપિયાની આસપાસ છે. તમારા શહેર અથવા ગામમાં ઓછું વધુ હોઈ શકે છે.

2 કપ ચાની કિંમત

2/5
image

જો 10 રૂપિયાના હિસાબે જોઈએ તો 2 કપ ચાની કિંમત 20 રૂપિયા હશે. જો તમે તેને એક મહિના માટે બચત કરો તો તે મહિનાના 600 રૂપિયા થઈ જશે.

સરેરાશ 15 ટકાનું રિટર્ન

3/5
image

હવે જરા વિચારો, જો તમે આ પૈસા સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અને તમને સરેરાશ 15 ટકા વળતર મળે તો તમે સારૂ એવું ફંડ બનાવી લેશો.

મ્યુચ્યુઅલ ફંડમાં SIP

4/5
image

જો તમે આગામી 10 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો છો અને વાર્ષિક 15 ટકા વળતર મેળવો છો, તો તમે 1,67,194 રૂપિયાનું ફંડ બનાવશો.

મળે છે કમ્પાઉન્ડ રિટર્ન

5/5
image

મોતીલાલ ઓસ્વાલ મિડ કેપ ફંડથી લઈને નિપ્પોન ઈન્ડિયા ઈન્ફ્રા ફંડ જેવા અન્ય ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જે તમને વાર્ષિક 15 ટકાથી વધુનું ચક્રવૃદ્ધિ વળતર આપે છે.