સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ST નિગમે શૈક્ષણિક લાયકાતમાં કર્યો ફેરફાર

ગુજરાત વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા સરકારી ભરતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા ક્લાર્કની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત વધારવામાં આવી છે. 

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ST નિગમે શૈક્ષણિક લાયકાતમાં કર્યો ફેરફાર

ગાંધીનગરઃ સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ્રેશન લિમિટેડ એટલે કે GSRTC દ્વારા ક્લાર્કની ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. અત્યાર સુધી ક્લાર્કની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકતા હતા પરંતુ હવે આ લાયકાત વધારી સ્નાતક કરી દેવામાં આવી છે. 

અસટી નિગમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ક્લાર્કની ભરતી માટે હવે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 12ની જગ્યાએ સ્નાત કરવામાં આવી છે. આ નિયમનો અમલ નવી ભરતીથી લાગૂ કરવામાં આવશે. નિગમે આપેલી જાણકારી પ્રમાણે ક્લાર્કની ભરતી માટે ઉમેદવારે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news