બગદાણામાં બજરંગદાસ બાપાનો ઉજવાયો પુણ્યતિથિ ઉત્સવ, લાખો ભક્તો શોભાયાત્રામાં જોડાયા
બજરંગદાસ બાપા એક એવા સંત હતા જેમણે નિસ્વાર્થ અનેક લોકોની સેવા કરી હતી. કહેવાય છે કે તેઓ દુખિયોના બેલી હતા. બડ્ડીવાળા બાપાના અનેક પરચાં આજે પણ પ્રસ્તુત છે...અને તેથી જ કોઈ પણ આમંત્રણ વગર આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપાના દર્શનનો લ્હાવો લીધો.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગરઃ સૌરાષ્ટ્રની ધરતીને સંતો અને શૂરવીરોની ધરતી કહેવાય છે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર એવા અનેક સંતો થઈ ગયા કે જેના પરચા આજે પણ જોવા મળે છે. આવા જ એક સંત એટલે બજરંગ દાસ બાપા....બગદાણાના ધામમાં બડ્ડીવાળા બાપાથી ઓળખાતા બજરંગદાસ બાપાના દર્શને લાખો લોકો આવે છે...નિશૂલ્ક ભોજનનો લાભ છે...ત્યારે બગદાણામાં બાપાની ગુરુ પુણ્યતિથિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી...ત્યારે જુઓ ઉજવણીનો આ ખાસ અહેવાલ.
ભાવનગર જિલ્લાના બગદાણા....આ એવું ગામ છે જેની ઓળખની આજે કોઈ જરૂર નથી...સંત બજરંગદાસ બાપાની પાવન ભૂમિ એવું બગદાણા ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે..આ જ બગદાણામાં બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિએ ખાસ ઉજવણી કરવામાં આવી....આ ઉજવણીમાં લાખો શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો.
સંતો શિરોમણી...દિન દુખિયાના બેલી સંત બજરંગદાસ બાપાના ભક્તો સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલા છે...બગદાણામાં ગુરુ પુણિમા હોય કે પછી બાપાની કોઈ તિથિ...હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હોય છે....જ્યારે બાપાની પુણ્યતિથિનો અવસર હતો ત્યારે બાપાની આરતી કરવામાં આવી...આ આરતીનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો.
પુણ્યતિથિના આ અવસરે મંદિરનો ખાસ ફુલોથી શણગારવામાં આવ્યું....દર્શને આવતાં હજારો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી...તો બગદાણા ધામમાં આવેલો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો પાછો ન જાય તે માટે સતત રસોડુ ધમધમતું રહ્યું....અને લાખો લોકો ભોજન પ્રસાદનો લાભ પણ લીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે