તો આ વર્ષે ઠંડી લાંબો સમય સુધી ચાલશે? હવામાન વિભાગે આપી લેટેસ્ટ માહિતી
ગુજરાતમાં સતત ઠંડા પવનો ફુંકાવાને કારણે શીતલહેર જોવા મળી રહી છે. લોકો દિવસે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે આગામી 48 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાને કારણે ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. નલિયામાં તાપમાન છ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે.
શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે લોકોએ આવતીકાલે ઠંડા પવનનો અનુભવ કરવો પડી શકે છે. ત્યારબાદ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થવાને કારણે ઠંડીમાં થોડી રાહત મળી શકે છે.
20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. જોકે, હજુ પણ એક માવઠાની શક્યતા છે. તે પછી પણ ઠંડી પડવાની છે. 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે.'
ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. 17 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા છે. 17 જાન્યુઆરી બાદ ગુજરાતના તાપમાનમાં વધારો થશે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે. હાલ ગુજરાતમાં સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. આજે શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
Trending Photos