મારું ઘર પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાની આગેવાનીમાં ટોળાએ બાળ્યુ હતું : ઝફર સરેશવાલા
Gujarat Riots 2022 : તિસ્તા સેતલવાડ સામેના કેસમાં એસઆઈટીની તપાસ શરૂ થઈ ગઈ છે. ખોટી સહી, ખોટા દસ્તાવેજોને લઈ ગુજરાત રમખાણોમાં ગુજરાતને બદનામ કરવાને લઈને જે ષડયંત્ર રચવામા આવ્યુ હતું તે મામલે હવે તપાસ થશે. ત્યારે સામાજિક કાર્યકર ઝફર સરેશવાલાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મોટા ખુલાસા કર્યાં છે.
Trending Photos
અમદાવાદ :તિસ્તા સેતલવાડને લઈને એસઆઈટીની તપાસ શરૂ થઈ ગઈ છે. ખોટી સહી, ખોટા દસ્તાવેજોને લઈ ગુજરાત રમખાણોમાં ગુજરાતને બદનામ કરવાને લઈને જે ષડયંત્ર રચવામા આવ્યુ હતું તે મામલે હવે તપાસ થશે. ત્યારે સામાજિક કાર્યકર ઝફર સરેશવાલાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મોટા ખુલાસા કર્યાં છે.
તેમણે કહ્યુ કે, સમગ્ર ગુજરાતમાં જે રમખાણો થયા તેમાં 1600 થી વધુ લોકોના મોત થયા, અને અમદાવાદમાં લગભગ 1000થી વધુ વેપાર ધંધા બાળવામાં આવ્યા હતા. તે કરનારા મુખ્ય ચાર લોકો હતો. એક હરેન પંડ્યા હતા, જેમનુ બાદમાં મોત થયુ હતું. અગાઉ જ્યારે પણ રમખાણો થયા હતા, પરંતુ વેસ્ટર્ન અમદાવાદમાં ક્યારેય તોફાનો થયા હતા. તે સમયે પહેલીવાર પાલડીમાં રમખાણ થયા હતા. આ જે મોબ હતું, તેમાં હરેન પંડ્યા લીડ કરતા હતા. તેઓ હોમ મિનિસ્ટર હતા. અમારુ ઘર હરેન પંડ્યાની હાજરીમાં બાળવામા આવ્યુ. તેમાં તેઓ હાજર હતા. ફતેપુરાની મસ્જિદ બાળવામા આવી, મસ્જિદની મુખ્ય પવિત્ર સ્થાન મહેરાબ પર ઉભા રહીને હરેન પંડ્યા અને તેમના સાથીઓએ પેશાબ કરી હતી. આ બધુ હજારો લોકોની વચ્ચે થયુ હતું. બીજા ગોરધન ઝડફિયા, બાબુ બજરંગી અને પ્રવીણ તોગડિયા મુખ્ય હતા. પરંતુ તિસ્તાના સમગ્ર પ્રકરણમાં આ લોકોના નામ જ નથી. પરંતુ તે સમયે એક કમિટિ બનાવાઈ હતી, તેમાં હરેન પંડ્યાનુ નામ જ ગાયબ હતુ.
આ પણ વાંચો : ‘દુનિયામાં એક ગ્રૂપ છે જે મુસ્લિમોની કબર પર તાજમહલ બનાવે છે’
તેમણે નરેન્દ્ર મોદીનો કોઈ રોલ ન હતો તે જણાવતા કહ્યુ કે, આ રમખાણોમા મોદી સાહેબનો આ રમખાણો સાથે કોઈ લેવાદેવા જ ન હતું, તેમનો રોલ જ નહતો, જેમનો રોલ હતો તેઓ બાદમાં જઈને મોદીના દુશ્મન બન્યા. તેમને ક્યાંય તિસ્તા અને ગ્રૂપ પર કેસ ન થયો. આ કોઈ એજન્ડા હતો. અહી મુસ્લિમોને ન્યાય આપવાની વાત જ નથી. અહેસાન જાફરી પરનો હુમલો ઘાતક હતા. પરંતુ શુ આખી ગુજરાતમાં જાફરી સાહેબ એકલા જ હતા જે ગુજરાતના રમખાણોમા માર્યા ગયા હતા, શું બાકીના 1600 લોકો માર્યા ગયા હતા એ મુસ્લિમ ન હતા. તેમના માટે તો તમે કંઈ ન કર્યું. ત્યારે જ અમે સમજી ગયા હતા કે, આ મુસલમાનોના ખભા પર બંદૂક ચલાવવાનો એજન્ડા છે. દુનિયામાં એક ગ્રૂપ છે જે મુસ્લિમનો મુસીબતો પર પોતાની દુકાન ચલાવે છે. મુસ્લિમોની કબર પર પોતાના તાજમહલ બનાવે છે. તેમના જખ્મોને પોતાના દાગીના બનાવે છે.
કેટલી સંસ્થાઓ એવી છે મુસ્લિમોના કબર પર તાજમહેલ બનાવવાની વાત કરે છે તે વિશે જણાવતા તેમણે કહ્યુ કે, જે લોકોએ મુસ્લિમોને વસાવવા માટેના કામ કર્યા, તેમના નામ કોઈને નથી ખબર. પરંતુ તિસ્તા એન્ડ પાર્ટીને આ નામ પૂછવા માંગુ છું. ગુજરાત રમખાણો બાદ 16 હજારથી વધુ ઘર રિબિલ્ટ કરાયા હતા. તેમાં અનેક સંસ્થાઓએ કામ કર્યાં. જમિયતે ઉલમા, જમિયતે ઈસ્લામી, એક્શન એઈડ, એક ન્યૂઝપેપર, ગુજરાત સાર્વજનિક સંસ્થાએ ઘરોને રિબિલ્ટ કરાવ્યા. અમારુ ક્યાંય નામ નથી. પોઝિટિવ કામ કરનારાઓનો તો કોઈ ઉલ્લેખ જ નથી. પરંતુ શુ તેઓએ કોઈ એક મુસ્લિમનો એક રૂમનુ ઘર બનાવ્યું, કોઈની ફી ભરી કે પછી કોઈના ઘરે જમવાનુ પહોંચાડ્યું?
આ પણ વાંચો : રાજકોટમાં પોલીસની દાદાગીરી, ઈંડા ખાધા પછી રૂપિયા ન આપ્યા, અને માંગ્યા તો સગીરને માર માર્યો
લોકોની લાગણીઓનો ષડયંત્રમાં ઉપયોગ કરવા તેમણે કહ્યુ કે, તીસ્તા એન્ડ પાર્ટીનુ ગુજરાતના મુસ્લિમોના રિબિલ્ટ કરવામાં કોઈ રોલ નથી. ઝાકિયા જાફરી જેવા વૃદ્ધ મહિલાની લાગણી સાથે રમીને તેમણે પોતાની દુકાન ચલાવી. 2002 સુધી તો સંજીવ ભટ્ટ ક્યાંય હતા જ નહિ, તેઓ આકસ્મિક પ્રકટ થઈ ગયા હતા. 2011 માં એકવાર મેં તેમને ટીવી પર જોયા હતા. શ્રીકુમારને પણ અમે મુસ્લિમને મદદ કરતા ક્યારેય જોયા ન હતા. અમારા સમાજને હવે પ્રગતિ કરવાની છે તે અમારો એજન્ડા છે. મોદીના કાર્યકાળમાં મુસ્લિમોના બાળકોને શિક્ષણ મળ્યું. પરંતુ અમને ખભા પર બંદૂક મૂકનારા જોઈતા નથી.
ગુલબર્ગ સોસાયટીના મ્યૂઝિયમની વાત વિશે તમે શુ માનો છો તે વિશે કહ્યુ કે, અમે તેમને કહ્યુ હતુ કે, ગુલબર્ગ સોસાયટીના મકાનોને ફરીથી બંધાવો, લોકો રહેશે. પરંતુ તેઓએ મ્યૂઝિયમ બનાવવાની વાત કરી હતી. ઈસ્લામમાં માત્ર 3 દિવસનો જ શોક હોય છે. અમને આખી જિંદગી શોકમાં નથી વિતાવવી. વિક્ટીમ સેન્ટ્રીક મેન્ટાલિટીમાં અમને અમારી જિંદગી નથી વિતાવવા દેવી. આ ત્રિપુટીએ લોકોને પોતાના મકાનો વેચવા ન દીધા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે