એક વાટકી ભાતના લાખો રૂપિયા ચુકવવા પડશે, વર્ષો સુધી બચત કરશો ત્યારે એક વાટકી ભાત મળશે
Trending Photos
- જે પ્રકારની સ્થિતિ સર્જાઇ રહી છે તે જોતા આગામી સમયમાં હવે ચોકાનો પાક સપનું સાબિત ન થાય!
ધવલ પારેખ/નવસારી : મોડે મોડે થયેલી રોપણીને કારણે ડાંગરની કાપણી પણ પાછળ ઠેલાઈ છે. જેમાં ચોમાસુ માથે દેખાતા ખેડૂતોએ વહેલી કાપણી આરંભી, પણ ઘણી જગ્યાએ મજૂરોની અછત નડી રહી છે, તો ઘણા ખેડૂતોએ મશીનથી ડાંગરની કાપણી કરી છે. જેને કારણે ડાંગરની ગુણવત્તા પર અસર થઈ છે અને ખેડૂતોને ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવે ડાંગર આપવી પડે છે.
નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગરની ખેતી છે, જિલ્લાના મેદાની વિસ્તારથી લઈ પહાડી વિસ્તારમાં પણ ડાંગર થાય છે. પરંતુ બદલાતા વાતાવરણ સાથે નહેરના રોટેશન મોડા થતા ખેડૂતોને ઉનાળુ ડાંગરની રોપણીમાં મોડુ થયુ હતુ. ગત વર્ષે સારા વરસાદને કારણે ઉકાઈ અને કાકરાપાર ડેમ બંનેમાં પુરતું પાણી હતુ. પરંતુ જાન્યુઆરીમાં નહેરના સ્મરકામની વાત કરી, ખેડૂતોને ફેબ્રુઆરીમાં સિંચાઈનું પાણી મળતા રોપણી મોડી થઈ હતી. સાથે જ સમયસર ખાતર મેળવવામાં પણ ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડી હતી.
દરમિયાન બદલાતુ વાતાવરણની અસરને કારણે ડાંગર વહેલી પાકવા સાથે એની કંઠી યોગ્ય બની નહીં. મોડી રોપણી થવાથી તૈયાર ડાંગરની રોપણી પણ પાછળ ઠેલાઈ, પણ ચોમાસએ તૈયારી કરતા ખેડૂતોએ ડાંગર બગડે નહીં, એ હેતુથી વહેલી કાપણી આરંભી. જોકે કાપણી માટે મજૂરોની અછત અથવા મજૂર મળે તો વધારે મજૂરીને કારણે ઘણા ખેડૂતોએ મશીનથી કાપણી કરવા પડી હતી. જેથી ડાંગરની ગુણવત્તા પર અસર થતા ખેડૂતોને સરકારી MSP ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવમાં ડાંગર વેચવાની નોબત આવી છે. જેથી સરકાર ઉનાળુ ડાંગરને પણ વીમા કવચ આપે એવી માંગણી ઉઠવા પામી છે.
બદલાતું વાતાવરણ, સિંચાઈ માટે સમયે પાણીનો અભાવ, ઓછા મજૂરો સામે વધુ મજૂરી, ઓછી ગુણવત્તા, મજૂરો ન મળતા મશીનથી કાપણી, ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવ જેવા પ્રશ્નોને કારણે નવસારી જિલ્લાના ખેડૂતો ડાંગરની ખેતીથી વિમુખ થઈ રહ્યા છે. ડાંગરના ખેડૂતો ડાંગરને બદલે બીજા પાકો લેવા માટે વિચારતા થયા છે. જેમાં મુખ્યત્વે ચીકુ-આંબાની વાડી, શેરડીની ખેતી તરફ વળ્યા છે. ત્યારે ઉનાળુ ડાંગરની કાપણી બાદ નવસારીમાં સરકારી કેન્દ્રો કરતા સહકારી મંડળીઓમાં ખેડૂતો ડાંગર વેચતા હોય છે. મશીનથી કાપણી કરેલ ડાંગરની ગુણવત્તાને અસર થવાથી પૌઆ અને મમરાના ઉત્પાદન પર પણ અસર થાય છે.
જેથી પ્રતિ 70 કિલોની ગુણી પર ખેડૂતોને 200 રૂપિયા ઓછા મળી રહ્યા છે. જેથી ખેડૂતોએ ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવે ડાંગર આપવું પડે છે. પરંતુ સહકારી ધોરણે ચાલતી મંડળીઓમાં ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. પણ આવક સામે ખર્ચ વધુ રહેતા ખેડૂતોને આર્થિક નુકશાની જ વેઠવાનો વારો આવે છે. બદલાતું વાતાવરણની ખેતી પર મોટી અસર થઈ છે. જેમાં પણ મજૂરો નહીં મળવા સાથે જ ખાતર, ડીઝલ મોંઘા થતા ખેડૂતોને ખેતીમાં ખર્ચ વધ્યો છે અને આવક ઘટી છે. ત્યારે બદલાતા વાતાવરણ સામે ખેતીમાં નવી પદ્ધતિ શોધવા સાથે સરકાર પણ યોગ્ય યોજનાઓ બનાવે તો જ ખેડૂતોની આવકમાં વધારો થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે