Video: અમદાવાદઃ નિર્ણયનગર પાસે કરંટ લાગતા બે મજૂરોના મોત
Trending Photos
અમદાવાદઃ નિર્ણયનગરમાં આવેલી દિવાળીબાનગર સોસાયટીમાં કરંટ લાગતાં બે મજૂરોનાં મોત થયા છે. બન્ને મજૂરો લાઈટના પોલ ઉભા કરવા AMC દ્વારા ખોદકામની કામગીરી કરાઈ રહી હતી તે દરમિયાન જમીનમાંથી પસાર થતા ટોરોન્ટ પાવરના હાઈવેલ્ટેજ કેબલને અડતા મોત થયું હતું. ગણપતભાઈ દ્વારા AMCના કામનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો અને આ બે મજૂરોને કામે મુક્યા હતા. આ બન્ને મજૂરોએ સેફ્ટીના કોઈ પણ સાધનો પહેર્યા ન હતા. જે વખતે ઘટના બની તે વખતે કોન્ટ્રાક્ટર ગણપતભાઈ હાજર ન હતા. હાલ તો પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નિર્ણયનગરના સેક્ટર-4માં આવેલી દિવાળીબા કોઓપરેટીવ સોસાયટીમાં બપોરે 1 કલાક આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. સોસાયટીમાં એએમસી દ્વારા નાંખવામાં આવેલો સ્ટ્રીટ લાઇટનો પોલ હટાવીને અન્ય સ્થળે લગાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમ્યાના કોન્ટ્રાક્ટરના બે શ્રમીકો કોદાળીની મદદથી જમીન ખોદી રહ્યા હતા તે દરમ્યાન જ ભૂગર્ભમાં રહેલા ટોરેન્ટ કંપનીના 440 કીલોવોટના હાઇવોલ્ટેજ વીજ વાયરનો સ્પર્શ થઇ જતા તેઓને મોટાપાયે વીજકરંટ લાગ્યો. જ્યાં સ્થળ પર જ તેઓના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનીકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે