NAVSARI માં પુર્ણા નદી બે કાંઠે, બે પુલ ડુબ્યા, બે ગામ સંપર્ક વિહોણા

સહિત ઉપરવાસના જિલ્લાઓમાં સતત બે દિવસ પડેલા અનરાધાર વરસાદથી નદી-નાળા છલકાયા છે. જેમાં નવસારીના ઉપરના મહુવા અને વાલોડ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેને કારણે લોકમાતા પૂર્ણા નદીમાં પાણી વધતા નવસારીના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ પુલ નદીમાં ગરકાવ થયો હતો. જેને કારણે કુરેલ, વચ્છરવાડ સહિતના અંદાજે 10 ગામોને 13 કિમીનો લાંબો ચકરાવો મારવો પડ્યો હતો. 

NAVSARI માં પુર્ણા નદી બે કાંઠે, બે પુલ ડુબ્યા, બે ગામ સંપર્ક વિહોણા

નવસારી : સહિત ઉપરવાસના જિલ્લાઓમાં સતત બે દિવસ પડેલા અનરાધાર વરસાદથી નદી-નાળા છલકાયા છે. જેમાં નવસારીના ઉપરના મહુવા અને વાલોડ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેને કારણે લોકમાતા પૂર્ણા નદીમાં પાણી વધતા નવસારીના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ પુલ નદીમાં ગરકાવ થયો હતો. જેને કારણે કુરેલ, વચ્છરવાડ સહિતના અંદાજે 10 ગામોને 13 કિમીનો લાંબો ચકરાવો મારવો પડ્યો હતો. 

બારડોલીના છીત્રા ગામે ચેકડેમ બનતા, પાણીનો ભરાવો રહેવાને કારણે સુપા-કુરેલ લો લેવલ પુલ વારેવારે નદીમાં ગરકાવ થવાની ફરિયાદ ઉઠી છે. જો કે આજે વરસાદ નહીવત રહેતા નદીમાં મોડે મોડે પાણી ઉતરતા ગામ આગેવાનોએ જેસીબી મશીન બોલાવી પુલની નીચે ભેરવાયલા કચરા અને લાકડાને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેથી પુલ પરથી આવવા-જવામાં લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સાથે જ સુપા-કુરેલ વચ્ચે લો લેવલ પુલને બદલે ઊંચો પુલ બનાવવામાં આવે એવી માંગણી ઉઠવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news