શુકનનો દિવસ હોવા છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું વેચાયું

Gold Rate Today: લોકોએ માત્ર અખાત્રીજનું શુકન સાચવવા સોનાની નાની-મોટી ખરીદી કરી હતી. પંરતુ વધુ સોનું ખરીદવાનું ટાળ્યુ હતું. લોકોએ સોનાના કિસ્સા, સોનાની વીંટી જેવી વસ્તુઓની ખરીદી કરી

શુકનનો દિવસ હોવા છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું વેચાયું

Akshay Tritiya 2023 : અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. આ દિવસે લોકો જમીન, માન, પ્રોપ્રટી, વાહન, સોનુ-ચાંદી જે લેવુ હોય તે આંખ બંધ કરીને લઈ લે છે, કારણ કે આ દિવસે મુહૂર્ત કાઢવાની જરૂર પડતી નથી. પરંતુ આ વર્ષે સોનાના ઊંચા ભાવને કારણે સોનાની ખરીદીમાં નિરસતા જોવા મળી. અખાત્રીજ જેવુ મુહૂર્ત હોવા છતાં સોનાની ખરીદી ફિક્કી રહી. એક અંદાજ મુજબ, ગુજરાતભમાંથી એક જ દિવસમાં 800 કિલોથી વધુ સોનું વેચાયું છે. જે જ્વેલર્સની અપેક્ષા કરતા ઘણું ઓછું છે. 

ક્યાં કેટલુ સોનું વેચાયું 

  • અમદાવાદ - અંદાજે 270 કિલો
  • સુરત - અંદાજે 300 કિલો
  • રાજકોટ - અંદાજે 100 કિલો
  • વડોદરા - 130 કિલો 

શુકનનો દિવસ હોવા છતાં ગુજરાતીઓએ પહેલીવાર સોનાની ખરીદીમાં નિરસતા દાખવી. લોકોએ માત્ર શુકન સાચવવા સોનાની નાની-મોટી ખરીદી કરી હતી. પંરતુ વધુ સોનું ખરીદવાનું ટાળ્યુ હતું. લોકોએ સોનાના કિસ્સા, સોનાની વીંટી જેવી વસ્તુઓની ખરીદી કરી. 

જ્વેલર્સ પાસેથી મળતી માહિતી અનુસાર, સોનાના ઊંચા ભાવને કારણે અખાત્રીજ જેવુ શુભ મુહૂર્ત હોવા છતાં સોનાનું વેચાણ ઓછું રહ્યું. અમદાવાદમાં 25 થી 30 ટકા ખરીદી જોવા મળી. તો આખા ગુજરાતમાં માત્ર 35 ટકા ખરીદી જોવા મળી હતી. અમારા અપેક્ષાની સરખામણીમા આંકડો બહુ જ ઓછો છે. લગ્નસરાની મોસમ હોવાથી અમને વધુ સોનું વેચાય તેવી અપેક્ષા હતી, પરંતુ તેવુ ન થયું. 

તો અન્ય એક જ્વેલર્સ કહ્યું કે, અનેકવાર અખાત્રીજ પહેલા જ એડવાન્સ બુકિંગ થઈ જતુ હોય છે. પરંતુ આ વખતે એવુ પણ ન થયું. લોકોએ માત્ર મુહુર્ત સાચવવા પૂરતુ જ સોનું ખરીદ્યું. તો રોકાણકારોએ પણ સોનું ખરીદવામાં રસ ન દાખવ્યો. તેઓ કિંમત નીચી જાય તો જ રોકાણ કરવાનું પસંદ કરે છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news