રાજકોટમાં નવદંપત્તીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રભુતામાં પગલા માંડ્યા

શહેરનાં રેલ્વેનગર 2 ખાતે રહેતા સુખદેવસિંહ ગોહિલનાં પુત્ર જયરાજસિંહનાં લગ્ન રાજકોટ ખાતે જ રહેતા મહેશ્વરી બા સાથે યોજાયા હતા. જો કે તેમણે લગ્નનો દિવસ પણ ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી પસંદ કર્યો હતો. આ ઉપરાંત પ્રભુતામાં પગલા માંડતા પહેલા સવારે 8 વાગ્યે સમગ્ર પરિવારો પોતાનો રાષ્ટ્ર પ્રત્યેમો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર પરિવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રગીત કરીને દેશનાં ઝંડાને સન્માન આપ્યું હતું. ભારત માતાની છબીની પણ પુજા કરી હતી. આ પ્રસંગમાં ન માત્ર આ બંન્ને પરિવાર પરતું જાનમાં આવેલા મહેમાનો અને યુવતીનાં પરિવાર તરફથી હાજર પરિવારનાં તમામ સભ્યો પણ જોડાયા હતા.
રાજકોટમાં નવદંપત્તીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રભુતામાં પગલા માંડ્યા

રાજકોટ : શહેરનાં રેલ્વેનગર 2 ખાતે રહેતા સુખદેવસિંહ ગોહિલનાં પુત્ર જયરાજસિંહનાં લગ્ન રાજકોટ ખાતે જ રહેતા મહેશ્વરી બા સાથે યોજાયા હતા. જો કે તેમણે લગ્નનો દિવસ પણ ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી પસંદ કર્યો હતો. આ ઉપરાંત પ્રભુતામાં પગલા માંડતા પહેલા સવારે 8 વાગ્યે સમગ્ર પરિવારો પોતાનો રાષ્ટ્ર પ્રત્યેમો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર પરિવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રગીત કરીને દેશનાં ઝંડાને સન્માન આપ્યું હતું. ભારત માતાની છબીની પણ પુજા કરી હતી. આ પ્રસંગમાં ન માત્ર આ બંન્ને પરિવાર પરતું જાનમાં આવેલા મહેમાનો અને યુવતીનાં પરિવાર તરફથી હાજર પરિવારનાં તમામ સભ્યો પણ જોડાયા હતા.

ગોહિલ પરિવાર દ્વારા દેશ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ વ્યક્ત કરવા માટે પહેલાથી જ 26મી જાન્યુઆરીએ ગણતંત્રનાં દિવસે પોતાનાં પુત્રનાં લગ્નનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પુત્રએ વધારે ખાસ બનાવવા માટે જ્યારે જાન માંડવે પહોંચે ત્યારે ધ્વજવંદન કરાવવાનું પણ નક્કી કર્યું હતું. જમાઇનાં ઉચ્ચ વિચારોથી સસરા પક્ષ પણ ખુશ થયો હતો. તેમણે પણ માંડવા પર ધ્વજ ફરકાવવા માટેની તમામ વ્યવસ્થા કરી હતી. જાનનાં સ્વાગત બાદ બંન્ને પક્ષોએ સાથે મળીને ન માત્ર ધ્વજવંદન કર્યું હતું પરંતુ રાષ્ટ્રગીતનું ગાન પણ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news