'હું એક પત્રકાર છું' કહીને અમદાવાદના વેપારી પાસે તોડ કરવા ગયો, પણ....જાણો આરોપી કઈ રીતે પાડતો ખેલ!
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કેતન વાણંદ અને અંકિત જોતંગિયા છે. જે ખુદને પત્રકાર તરીકેની ઓળખ આપીને તોડ કરવા પહોંચ્યા હતા. પરંતુ ફેકટરી માલિકે પોલીસને જાણ કરતા તેમનો ભાંડો ફૂટ્યો હતો.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી. ફરજી પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપીને દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો. કોણ છે આ નકલી પત્રકાર જોઈએ.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કેતન વાણંદ અને અંકિત જોતંગિયા છે. જે ખુદને પત્રકાર તરીકેની ઓળખ આપીને તોડ કરવા પહોંચ્યા હતા. પરંતુ ફેકટરી માલિકે પોલીસને જાણ કરતા તેમનો ભાંડો ફૂટ્યો હતો. કઠવાડા GIDC માં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં રૂ 5 લાખનું તોડ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. જેમાં આરોપી કેતન વાણંદ પોતે કભી કભી ન્યૂઝના તંત્રી અને એડિટર બન્યો.
જ્યારે ભાવિન પટેલ લોક પત્રિકા ન્યુઝનો પત્રકાર, અંકિત જોતંગિયા અને નિકુંજ પ્રજાપતિ કેમેરામેન બનીને પહોંચ્યા હતા અને ફેકટરી ના માલિકને કારખાનું ચલાવવા માટે 5 લાખની રોકડનો તોડ કરવાનો પ્રયાસ કર્યો અને દર મહિને 25 હજારના હપ્તાની માંગ કરી. પરંતુ ફેકટરીના માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ધરપકડ કરી.
પકડાયેલ આરોપી કેતન અને અંકિત નકલી પત્રકાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. તોડ કરવા માટે આરોપી પત્રકાર બનીને પ્લાસ્ટિક ની ફેકટરીના માલિક રાજેશ પટેલ પાસે ગયા હતા.અને AMC ના નામેં કારખાનાને સિલ મરાવી દેવાની ધમકી આપીને 5 લાખ માગ્યા હતા.
એટલું જ ફેકટરીમાં બળજબરીથી ઘુસીને વિડિઓ બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપી.પરંતુ ફેક્ટરીની માલિકની જગૃતતા અને પોલીસની કાર્યવાહીના કારણે નકલી પત્રકારનો ભાંડો ફૂટ્યો. અને પોલીસે ધરપકડ કરી. આ નકલી પત્રકાર માં ભાવિન પટેલ અને નિકુંજ પ્રજાપતિ હજુ ફરાર છે. જેથી નિકોલ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી. જ્યારે પકડાયેલ પત્રકારોએ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે