દાંડીયાત્રીઓની સેવાનો એક નવો પ્રયોગ, આત્મ-નિર્ભર ભારત પ્રત્યે દર્શાવી કટીબદ્ધતા
ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસનમાં લાગુ કરાયેલા મીઠાના કાયદાના વિરૂદ્ધમાં મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધી કૂચ કરી હતી.
Trending Photos
સુરત: રાજ્ય સરકારે અમૃત મહોત્સવ હેઠળ સાબરમતી આશ્રમથી 81 પદયાત્રીઓ સાથે નિકળેલી દાંડીયાત્રા 28 માર્ચથી 2 એપ્રિલ સુધી સુઅરત જિલ્લાના વિભિન્ન ક્ષેત્રોમાંથી પસાર થઇ હતી. આ દરમિયાન આયુષ મંત્રાલય ગાંધીનગર દ્રારા પગપાળા યાત્રીઓની સેવા માટે માટે એક અનોખો પ્રયોગ કર્યો હતો. જેમાં પદયાત્રીઓને સ્વાસ્થ્ય વર્ધક લીમડ, કરંજ, બાવળ જેવી પ્રાકૃતિક દાંતણ અને ચા આપવામાં આવી હતી.
રાષ્ટ્ર અને સ્વતંત્રતાની લડાઇ પ્રત્યે પોતાની કટીબદ્ધતા અને એકતા પ્રદર્શિત કરતાં આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ પ્રતિકાત્મક પદયાત્રામાં યોગદાન આપ્યું હતું, જે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળની ઐતિહાસિક દાંડી યાત્રાની 91મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. એએમ/એનએસ ઇન્ડિયાએ ટેબ્લૂ વાહનની ગોઠવણ કરી હતી, જેણે યાત્રાની સાથે આગળ વધીને પદયાત્રીઓને પીવાનું પાણી, લીંબુંનું જ્યૂસ, બિસ્કિટ્સ, નાસ્તો વગેરે પૂરાં પાડ્યાં હતાં.
આ પ્રસંગે એએમ/એનએસના એચઆર કામગીરી, આઇઆર અને એડમિનિસ્ટ્રેશનના વડા અનિલ મટ્ટોએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક ચળવળ સાથે અમારો સહયોગ ગર્વની લાગણી જન્માવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશાને પ્રોત્સાહન આપવા તથા આત્મ-નિર્ભર ભારત મીશનને દર્શાવવા માટે આયોજકો સાથે કામ કરવું સન્માનની વાત છે. એએમ/એનએસ ઇન્ડિયા રાષ્ટ્ર નિર્માણ માટે કટીબદ્ધ છે.
એએમ/એનએસ ઇન્ડિયાએ ફાયર વિભાગના કર્મચારીઓ સાથે સરકારના અધિકારીઓ વચ્ચે પણ ફૂડ પેકેટ્સ, પાણી અને લીંબુંનું જ્યૂસનું વિતરણ કર્યું હતું કે જેઓ ઉમરાછી ગામમાં (ઓલપાડ, સુરત) નદી પાર કરવામાં પદયાત્રીઓને મદદ કરી રહ્યાં હતાં. આ યાત્રામાં પદયાત્રીઓએ માર્ગ ઉપર વિવિધ સ્થળો ઉપર રોકાણ કર્યું હતું અને દરેક સ્થળે વિવિધ પ્રોગ્રામમાં સામેલ થયાં હતાં. તેના દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ, સુરક્ષા અને પાણી સંરક્ષણ જેવાં ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક પરિવર્તનો પ્રત્યે ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસનમાં લાગુ કરાયેલા મીઠાના કાયદાના વિરૂદ્ધમાં મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધી કૂચ કરી હતી. આ અહિંસક કૂચ 12 માર્ચ, 1930ના રોજ શરૂ થઇ હતી અને તેમણે લગભગ 380 કિમીની યાત્રા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે