સુરત: ગોટલીવાડી ટેનામેન્ટના ઇજારેદારને બ્લેકલિસ્ટ કરતા અનેક પરિવાર બેઘર

ગોટાલાવાડી ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નિષ્ફળ ઇજારેદારને બ્લેકલિસ્ટ કરવામાં આવતા  અરગ્ર્ત 1304 પરિવારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્ર્તો ભુખહડતાળ કરી રહ્યા છે. આ સાથે જ શાકોની હાય હાય બોલાવી હતી. ઇજારેદારે ભાડા સાથે બાંધકામ ચાલુ કરવાની બાંયધરી આપવા છતા તેને બ્લેકલિસ્ટ કરાયો હોવાનો આરોપ અસરગ્રસ્તોએ મુક્યો છે. દરમિયાન ભુખ હડતાળ કરી રહેલી એક વૃદ્ધ મહિલાની તબિયત લથડી છે. જેથી તેને સ્થળ પર જ સારવાર આપવામાં આવી રહી છે. 
સુરત: ગોટલીવાડી ટેનામેન્ટના ઇજારેદારને બ્લેકલિસ્ટ કરતા અનેક પરિવાર બેઘર

સુરત : ગોટાલાવાડી ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નિષ્ફળ ઇજારેદારને બ્લેકલિસ્ટ કરવામાં આવતા  અરગ્ર્ત 1304 પરિવારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્ર્તો ભુખહડતાળ કરી રહ્યા છે. આ સાથે જ શાકોની હાય હાય બોલાવી હતી. ઇજારેદારે ભાડા સાથે બાંધકામ ચાલુ કરવાની બાંયધરી આપવા છતા તેને બ્લેકલિસ્ટ કરાયો હોવાનો આરોપ અસરગ્રસ્તોએ મુક્યો છે. દરમિયાન ભુખ હડતાળ કરી રહેલી એક વૃદ્ધ મહિલાની તબિયત લથડી છે. જેથી તેને સ્થળ પર જ સારવાર આપવામાં આવી રહી છે. 

અસરગ્રસ્તોએ જણાવ્યું કે, ઇજારેદાર જે.પી ઇસ્કોન સ્ટેન્ડીંગ કમિટીમાં રૂબરુ હાજર થઇને 1304 પરીવારને ભાડુ આપવાનું તેમજ બાંધકામ ચાલુ કરવાનું હકારાત્મક નોટરી અંગેનું બાંયેધરી પત્ર રજુ કર્યું હતું. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ બિલ્ડરને ખોટી રીતે બ્લેક લિસ્ટ કરીને 1304 પરીવારના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. જો કદાચ આ નોકરી કરેલી બાંયધરી પત્રનો ઉપયોગ કરી બિલ્ડર કોર્ટમાંથી સ્ટે લાવશે તો અસરગ્રસ્તોનું શું થશે ? હાલમાં મંદીના માહોલમાં નવો કોઇ બિલ્ડર આવે તેવું દેખાતું નથી. 

ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવાર દ્વારા પાલિકાની મુખ્ય કચેરીએ ભુખ હડતાળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાજપના પુર્વ કોર્પોરેટર પણ હડતાળમાં જોડાયા હતા. દરમિયાન એક વૃદ્ધ મહિલાની તબિયત લથડી હતી. જેથી તેને સ્થળ પર જ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news