સુશાંત કેસઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ બિહાર પોલીસ દ્વારા મુંબઈમાં તપાસ કરવા પર ઉઠાવ્યા સવાલ


અનિલ દેશમુખે લખ્યુ, હું સુશાંત સિંહ કેસને સીબીઆઈને સોંપવાની માગની નિંદા કરુ છું. રાજનીતિક ફાયદા માટે આ મામલાનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. 
 

 સુશાંત કેસઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ બિહાર પોલીસ દ્વારા મુંબઈમાં તપાસ કરવા પર ઉઠાવ્યા સવાલ

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ કેસમાં બિહાર પોલીસની મુંબઈમાં તપાસ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સીઆરપીસીની કલમોનો હવાલો આપતા કહ્યું કે, આ મામલામાં પોલીસ અને સ્થાનીક કોર્ટને જ બંધારણીય અધિકાર છે. 

ગૃહમંત્રીએ તેને લઈને ટ્વીટ કર્યું, 'મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની દુર્ભાગ્યપૂર્ણ કથિત આત્મહત્યા વિશે આરોપોની તપાસ શરૂ કરી છે. ભલે બિહાર પોલીસે પટનામાં કેસ દાખલ કર્યો છે. પરંતુ સીઆરપીસીની કલમ 12 અને 13 હેઠળ તેની તપાસ, પૂછપરછના અધિકાર સ્થાનીક પોલીસ અને કોર્ટની પાસે છે, જેના અધિકાર ક્ષેત્રમાં આ ઘટના બની છે.'

— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) August 2, 2020

અનિલ દેશમુખે આગળ લખ્યુ, હું સુશાંત સિંહ કેસને સીબીઆઈને સોંપવાની માગની નિંદા કરુ છું. રાજનીતિક ફાયદા માટે આ મામલાનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલીસ આ મામલાને પ્રોફેશનલી પૂછપરછ કરી રહી છે અને સત્યની જાણકારી મેળવવા સક્ષમ છે, કોઈ કસર છોડવામાં આવી રહી નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news