25 થી 27 ડિસેમ્બર સાચવજો! ગુજરાત પર ભયાનક મોટું માવઠું આવી રહ્યું છે, પરેશ ગોસ્વામીની આગાહી

Paresh Goswami Prediction : રાજ્યમાં ફરી એકવાર કરાઈ માવઠાની આગાહી... હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી... ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં થઈ શકે માવઠુઃ ગોસ્વામી... 25 તારીખથી ત્રણ દિવસ પડી શકે છે કમોસમી વરસાદ... રાજ્યના મોટાભાગના જિલ્લામાં થઈ શકે માવઠું... ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા વધારે...

25 થી 27 ડિસેમ્બર સાચવજો! ગુજરાત પર ભયાનક મોટું માવઠું આવી રહ્યું છે, પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Weather Forecast : રાજસ્થાન ઉપર સક્રિય થઈ રહેલી સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી ગુજરાતીઓ માટે એક ચેતવણીરૂપ છે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં માવઠાની આગાહી આવી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી માવઠું થવાનું છે. જેને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લા પ્રભાવિત થઈ શકે છે. 25 થી 27 ડિસેમ્બર વચ્ચે મોટું માવઠુ આવી રહ્યું છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ આ માવઠાનું કારણ બનશે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે. તો અન્ય જિલ્લાઓને પણ તેની અસર થશે. 

25 થી 27 ડિસેમ્બર સાચવજો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતા છે, જેની અસરથી વરસાદ પડવાની શક્યતા છે. તેમાં પણ ડિસેમ્બરનું છેલ્લે સેશન ચાલુ રહ્યું છે. આજે 21 ડિસમ્બરથી સેશન છે. 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે, તેમાં રાજ્યના અનેક વિસ્તારોના હવામાનમાં પલટો આવશે, અને અનેક જગ્યાઓએ વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને 25 થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા વધારે છે. 

તેમણે આગળ કહ્યું કે, આ પલટાનું મુખ્ય કારણ હાલ ઉત્તર ભારત તરફથી ઉદભવેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ ભારત પર હાલ ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ ઉપરાંત એક મજબૂત વરસાદી સિસ્ટમ ઉદભવી છે. આ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના વરસાદની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છાવાનું ચાલુ થઈ જશે. વાદળોથી ગુજરાત ઘેરાઈ જશે. ધીરે ધીરે વાદળો ઘેરાતા જશે એટલે તેના કારણે 25, 26 અને 27 ડિસેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ આવશે. 

સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે 
માવઠાના વરસાદની સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં જોવા મળશે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ આવશે. ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાના વરસાદની શક્યતા છે. 

મધ્ય ગુજરાતમાં પણ અહીં વરસાદ આવશે 
અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ગોધરામાં પણ ભારે વરાસદ આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતા નથી. પરંતુ છુટાછવાયો વરસાદ આવી શકે છે. 

દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં આગાહી છે
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 

સૌરાષ્ટ્ર-કચ્છ માટે પણ આગાહી 
સૌરાષ્ટ્ર આખું ભારે વાદળોથી ઘેરાયેલું રહેશે, પરંતુ અહી કોઈ ભારે વરસાદની શક્યતા નથી. કચ્છના છુટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહેલી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓામં વાદળછાયુ વાતાવરણ રહેશે. પરંતુ બોટાદ અને ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં હળવા અને સામાન્ય વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં માવઠાની શક્યતા ઓછી છે. અહી છુટોછવાયો વરસાદ અપવાદરૂપ રહેશે. આમ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બોર્ડરવાળા વિસ્તારોને તેની અસર વધુ થશે. 

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news