2025માં એક-બે નહીં શનિ સહિત 4 ગ્રહો વક્રી થશે, આ 3 રાશિવાળાનો તો બેડો પાર થઈ જશે, એટલું મળશે કે ગણતરી ભૂલી જશો!
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરી વક્રી અને માર્ગી થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન પર પડે છે. વર્ષ 2025માં અનેક ગ્રહ વક્રી અને માર્ગી થશે. જેમાં બુધ, શુક્ર, શનિ અને ગુરુ પણ સામેલ છે. આ ગ્રહોની ઉલ્ટી ચાલનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે કે જેમનું વર્ષ 2025માં ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો આ લકી રાશિઓ વિશે.
વૃશ્ચિક રાશિ
તમારા માટે 4 ગ્રહોનું વક્રી થવું એ લાભકારી નીવડી શકે છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમે વાહન અને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. જે લોકો અપરિણીત છે તેમને વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. વિવિધ સોર્સથી ધન કમાવવામાં સફળ રહેશો.
મકર રાશિ
ચાર ગ્રહોની ઉલ્ટી ચાલ મકર રાશિવાળા માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં નોકરીયાત લોકોનું પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. વાતચીતની ક્ષમતા પણ સારી થશે. બિઝનેસના મામલામાં તમારી પાસે અનેક એવી ઓફરો આવશે જે બિઝનેસમાં તમને લાભ કરાવશે. આ સમય દરમિયાન તમે મકાન કે ફ્લેટ ખરીદી શકો છો.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે 4 ગ્રહોનું વક્રી થવું એ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. નવા બિઝનેસ પાર્ટનર કે રોકાણકાર મળી શકે છે. બિઝનેસમાં નવા લોકો સાથે જોડાવવાથી ફાયદો થશે. બિઝનેસમાં નવા રોકાણથી તમને મોટો નફો થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. તમે ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos