Mangal Rashifal: 2025 મંગળ ગ્રહનું વર્ષ, મંગળના રાજમાં 4 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, આખું વર્ષ કરશે પ્રગતિ
2025 is Year of Mars: મંગળ શુભ ગ્રહ છે અને તેને ગ્રહોના સેનાપતિ પણ કહેવાય છે. મંગળ ગ્રહ ઉર્જા, સાહસ અને આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે. મંગળ જ્યારે રાશિ કે નક્ષત્ર બદલે છે તો તેની અસર 12 રાશિઓ પર અલગ અલગ રીતે પડે છે. મંગળની દ્રષ્ટિએ વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે.
વર્ષ 2025 મંગળનું વર્ષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 મંગળનું વર્ષ છે. આ વર્ષમાં મંગળનું રાજ ચાલશે. કારણ કે વર્ષ 2025 નું મુલાંક 9 થાય છે જે મંગળનું પ્રતીક છે. વર્ષ 2025 માં મંગળનું શાસન હશે તેથી 4 રાશિના લોકો ઉપર પણ મંગળની વિશેષ કૃપા થશે. આ 4 રાશિના લોકો વર્ષ 2025 માં રાજા જેવું સુખ ભોગવશે.
કર્ક રાશિ
વર્ષ 2025 માં શેર માર્કેટમાં રોકાણ કે નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્તર સુધરશે. કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને નવું કંઈ કરવાનો પ્લાન બની શકે છે. વર્ષ દરમિયાન ફાયદા થતા રહેશે.
સિંહ રાશિ
વર્ષ 2025 માં આત્મવિશ્વાસ વધશે. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય. આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે. કરજ ચૂકવાશે. નવું વર્ષ ખુશીઓ અને પ્રગતિ ભરેલું હશે. નવી નવી તકો અને સફળતા મળતી રહેશે.
કુંભ રાશિ
વર્ષ 2025 માં આ રાશિના લોકો તેનો ટાર્ગેટ પૂરો કરશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશન મળી શકે છે. વર્ષ દરમિયાન જીવનમાં ખુશીઓનો અનુભવ થશે. સ્વાસ્થ્ય સંભાળવું.
મીન રાશિ
મીન રાશિ માટે પણ વર્ષ 2025 ફાયદાકારક રહેવાનું છે. નવા વર્ષમાં આર્થિક લાભ થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે. સમાજમાં માન સન્માન વધશે. કુંવારા લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. બિઝનેસ સારી રીતે ચાલશે.
Trending Photos