Watch Video: રશિયાના જે શહેરમાં યોજાઈ હતી BRICS, ત્યાં 9/11 જેવો ઘાતક હુમલો, ડ્રોનથી બિલ્ડિંગ પર હુમલો

રશિયાના કઝાન શહેરમાં સીરિયલ ડ્રોન (UAV) એટેક કરવામાં આવ્યા છે. આ હુમલો કઝાન શહેરના ત્રણ હાઈ રાઈઝ બિલ્ડિંગ્સમાં થયો છે. હુમલાના કારણે ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી રહી છે. જો કે રશિયાનું કહેવું છે કે તેણે એક ડ્રોન નષ્ટ કરી દીધુ છે. 

Watch Video: રશિયાના જે શહેરમાં યોજાઈ હતી BRICS, ત્યાં 9/11 જેવો ઘાતક હુમલો, ડ્રોનથી બિલ્ડિંગ પર હુમલો

રશિયાના કઝાન શહેરમાં મોટો હુમલો થયો છે. આ હુમલાએ લોકોને અમેરિકાના ઈતિહાસમાં થયેલા સૌથી ભયાનક 9/11 હુમલાની યાદ અપાવી દીધી છે. રશિયાના કઝાન શહેરમાં સીરિયલ ડ્રોન (UAV) એટેક કરવામાં આવ્યા છે. આ હુમલો કઝાન શહેરના ત્રણ હાઈ રાઈઝ બિલ્ડિંગ્સમાં થયો છે. હુમલાના કારણે ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી રહી છે. જો કે રશિયાનું કહેવું છે કે તેણે એક ડ્રોન નષ્ટ કરી દીધુ છે. 

કઝાનની હાઈ રાઈઝ બિલ્ડિંગોમાં થયેલા UAV ની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અલગ અલગ દિશાઓમાંથી આવતા કિલર ડ્રોન (UAV) હવામાં જ ઈમારતો સાથે અથડાઈ રહ્યા છે. ડ્રોનના ઈમારતો સાથે અથડાયા બાદ મોટો ધડાકો  થતો પણ જોવા મળે છે. રશિયાએ આ હુમલાનો આરોપ સીધી રીતે યુક્રેન પર લગાવ્યો છે. રશિયાના રક્ષા મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે કે આ ડ્રોન એટેક યુક્રેન તરફથી કરવામાં આવ્યો હતો. 

— RT (@RT_com) December 21, 2024

ઈમારતો  ખાલી કરાવાઈ
રશિયા તરફથી આવી રહેલી જાણકારીઓથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ઈમારતોમાં લોકો રહેતા હતા. આથી આ હુમલામાં જાનહાનિ થઈ હોય તે વાતનો પણ ઈન્કાર કરી શકાય નહીં. જો કે હજુ સુધી કોઈ મોતની જાણકારી સામે આવી નથી. હજુ વધુ હુમલા થઈ શકે તેવી શક્યતા જોતા સુરક્ષા કારણોસર આજુબાજુની હાઈ રાઈઝ બિલ્ડિંગોને પણ ખાલી કરાવવામાં આવી રહી છે. રશિયાના કઝાન શહેરના એરપોર્ટમાં પણ ઉડાણો રોકવામાં આવી છે. 

👉रूस के कजान शहर पर 9/11 जैसे घातक हमले से हड़कंप मच गया। स्थानीय अधिकारियों के अनुसार यूक्रेनी ड्रोन ने कजान की आवासीय इमारतों को टक्कर मारी है। इससे इमारतों के परखच्चे उड़… pic.twitter.com/GhF7Q7kMCN

— Zee News (@ZeeNews) December 21, 2024

આ હુમલા પર રશિયાના રક્ષા મંત્રાલયની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છેકે રશિયાના એર ડિફેન્સ સિસ્ટમે કઝાન શહેરના ઉપરના એક યુક્રેની ડ્રોનને નષ્ટ કર્યું છે. જ્યારે કઝાનના મેયર ઓફિસ તરફથી રશિયન મીડિયા એજન્સી સ્પુતનિકને જણાવવામાં આવ્યું છે કે ડ્રોન હુમલાના કારણે ત્રણ જિલ્લા સોવેત્સકી, કિરોવ્સકી અને પ્રિવોલઝસ્કીમાં ઘરોમાં આગ લાગી છે. ડ્રોન હુમલાના કારણે જે ઈમારતોમાં આગ લાગી છે ત્યાં ઓપરેશનલ સેવાઓ ચાલુ છે. તમામ જરૂરી મદદ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. બિલ્ડિંગથી બહાર કાઢવામાં આવેલા લોકોને ભોજન અને રહેવા માટે શેલ્ટર આપવામાં આવી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news