મુશ્કેલીમાં મૂકાયો આ ભારતીય ક્રિકેટર, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું છે. જો તેઓ નિશ્ચિત રકમ જમા નહીં કરાવે તો તેમની ધરપકડ થઈ શકે છે. જાણો શું છે મામલો. 

મુશ્કેલીમાં મૂકાયો આ ભારતીય ક્રિકેટર, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા મુશ્કેલીમાં મૂકાયો છે. ઉથપ્પા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ બહાર પડ્યું છે. ઉથપ્પાને કથિત રીતે ભવિષ્ય નિધિ (PF) માં ફ્રોડ આચરવા બદલ વોરંટ ઈશ્યુ થયું છે. વાત જાણે એમ છે કે ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. આ કંપની કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલા રૂપિયા તેમના પીએફ ખાતામાં જમા કરવામાં નિષ્ફળ રહી જેના કારણે લગભગ 24 લાખ રૂપિયાનું ફ્રોડ થયું. 

હવે રોબિન ઉથપ્પાએ લગભગ 24 લાખ રૂપિયાની રકમ ચૂકવવી પડશે અને તેના માટે તેમને 27 ડિસેમ્બર સુધીનો સમય અપાયો છે. નહીં તો તેની ધરપકડ થઈ શકે છે. વોરંટ પીએફ ક્ષત્રીય આયુક્ત શદાક્ષરી ગોપાલ રેડ્ડીએ બહાર પાડ્યું છે. આ વોરંટ પુલકેશીનગર પોલીસને યોગ્ય કાર્યવાહી માટે નિર્દેશ આપે છે. 

4 ડિસેમ્બરના રોજ લખાયેલા એક પત્રમાં રેડ્ડીએ પોલીસને વોરંટ પર અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે તેને પીએફ કાર્યાલયને પાછું આપી દેવાયું કારણ કે ઉથપ્પા કથિત રીતે હવે પોતાના ગત સરનામા પર રહેતો નથી. અધિકારી હવે તપાસ આગળ વધારવા અને કાનૂની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ઉથપ્પાના એડ્રસની ભાળ મેળવવા માટે કામ કરી રહ્યા છે. 

રોબિન ઉથપ્પાની કરિયર
39 વર્ષના રોબિન ઉથપ્પાએ ભારત માટે 46 વનડે અને 13 ટી20 ઈન્ટરનેશનલમાં ક્રમશ: 934 અને 249 રન કર્યા છે.  તેણે આ સાથે ફર્સ્ટ ક્લાસ શ્રેણીમાં 9446 અને લિસ્ટ એમાં 6534 રન કર્યા. ટીમ ઈન્ડિયાએ જ્યારે ટી20 વર્લ્ડ કપની પહેલી એટલે કે 2007 સીઝન જીતી હતી ત્યારે ઉથપ્પા ટીમના સ્ટાર ઓપનર રહ્યો હતો. ઉથપ્પાના નામે ઈન્ડિયન પ્રીમિયર લીગની બે (2014 અને 2021) ટ્રોફી છે. તેઓ 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો સભ્ય હતો. 

ઉથપ્પાએ આઈપીએલની તમામ 15 સીઝન રમી છે.  ટુર્નામેન્ટમાં ઉથપ્પાએ 6 ટીમો સાથે જોડાયેલો હતો. આ ટીમો ચેન્નાઈ, કોલકાતા ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, પુણે વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને રાજસ્થાન રોયલ્સ છે. ઉથપ્પાએ આઈપીએલમાં 205 મેચ રમી, જેમાં 4952 રન કર્યા. ઉથપ્પા ક્રીઝથી આગળ આવીને એટેકિંગ ગેમ રમવા માટે જાણીતો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news