સુરત: આજથી હોટલ, રેસ્ટોરન્ટ, મંદિરો ખુલ્યા, માસ્ક-સેનેટાઈઝર ફરજિયાત 

અનલોક 1ની સરકારની ગાઈડલાઈન મુજબ આજથી મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલ, ધાર્મિક સ્થળોને ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. સુરતમાં પણ આજથી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્યા છે. જો કે ગ્રાહકોએ માસ્ક અને સેનેટાઈઝર લાવવા ફરજિયાત રહેશે. જો નહીં લાવે તો હોટલમાંથી ખરીદી કરવાની રહેશે. 

સુરત: આજથી હોટલ, રેસ્ટોરન્ટ, મંદિરો ખુલ્યા, માસ્ક-સેનેટાઈઝર ફરજિયાત 

ચેતન પટેલ, સુરત: અનલોક 1ની સરકારની ગાઈડલાઈન મુજબ આજથી મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલ, ધાર્મિક સ્થળોને ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. સુરતમાં પણ આજથી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્યા છે. જો કે ગ્રાહકોએ માસ્ક અને સેનેટાઈઝર લાવવા ફરજિયાત રહેશે. જો નહીં લાવે તો હોટલમાંથી ખરીદી કરવાની રહેશે. 

Image may contain: one or more people, kitchen, indoor and food

આ ઉપરાંત ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. દરેકનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. હોટલમાં વિઝિટરને નો એન્ટ્રી રહેશે. સ્ટાફને હોમિયોપેથિક દવા આપવામાં આવશે. 

Image may contain: one or more people

વિધિવત રીતે ખુલ્યા મંદિરો
કોરોનાકાળમાં અઢી મહિનાથી મંદિરોને પણ લોકડાઉનના કારણે બંધ કરવામાં આવ્યાં હતાં જે હવે આજથી ખુલ્યા છે. મંદિરોમાં ફોગાર મશીનો મૂકવામાં આવ્યાં છે. ભગવાનને ફૂલ ચઢાવવા પર પ્રતિબંધ છે. તમામ ભક્તજનોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news