મા-બાપના એક અવાજ પર ઉત્તરાખંડના લોકોની મદદે આવ્યા ગુજરાતના વેપારી
Trending Photos
- પિતા ગિરી ગોસ્વામી અને માતા જમુના દેવીએ તેમને જિલ્લામાં પડી રહેલી ઓક્સિજનની અછત વિશે જણાવ્યું અને દીકરાને મદદ કરવા કહ્યું. ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજન ન હતું. તેથી આ જાણ્યા બાદ તેમણે મદદ કરવાનું નક્કી કર્યું
ઝી મીડિયા/બ્યૂરો :કોરો કાળમાં વિપરીત સમયમાં પીડિત માનવતાની સેવા અને જરૂરતમંદોની સેવા માટે અનેક લોકો આગળ આવ્યા છે. આવામાં ગુજરાતના એક વેપારી ઉત્તરાખંડના મદદે આવ્યા છે. ગુજરાતના વેપારી ગોપાલગિરી ગોસ્વામીને જ્યારે માલૂમ પડ્યું કે, ઉત્તરાખંડમાં બાગલેશ્વર જિલ્લામાં દર્દીઓ ઓક્સિજન વગર (Oxygen shortage) ટળવળી રહ્યા છે તો તેમણે અહીં આખો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી દીધો. બાગેશ્વર ટ્રોમા સેન્ટરમાં તેમના દ્વારા ઓક્સિજન જનરેશન પ્લાન્ટ (oxygen plant) લગાવવામાં આવી રહ્યો છે. જેના માટે કુલ 38 લાખનો ખર્ચ કરાયો છે. ગોપાલગિરી સ્વામીના આ કામના વખાણ ઉત્તરાખંડ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
ગોપાલગિરી ગોસ્વામી મૂળ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના બમરાડી ગામના રહેવાસી છે. ગોપાલગિરી ગુજારતના સુરતમાં હાલ મોટા વેપારી છે. થોડા સમય પહેલા જ્યારે કોરોનાની બીજી લહેર પિક પર હતી, તે દરમિયાન લોકો ઓક્સિજનથી પરેશાન હતા. ગોપાલગિરી ગોસ્વામીના પિતા ગિરી ગોસ્વામી અને માતા જમુના દેવીએ તેમને જિલ્લામાં પડી રહેલી ઓક્સિજનની અછત વિશે જણાવ્યું અને દીકરાને મદદ કરવા કહ્યું. ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજન ન હતું. તેથી આ જાણ્યા બાદ તેમણે મદદ કરવાનું નક્કી કર્યું.
તેના બાદ ગોપાલ ગિરી ગોસ્વામીએ ઉત્તરાખંડના સીએમ અને જિલ્લા અધિકારીઓ સાથે ફોન પર ચર્ચા કરી હતી. ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો તેમણે નિર્ણય કર્યો. તેમણે ગુજરાતથી 28 લાખ કિંમતનો ઓક્સિજન જનરેશન પ્લાન્ટ મોકલ્યો છે. ઓક્સિજન જનરેશન પ્લાન્ટના જિલ્લા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચવાના એક સપ્તાહમાં જ તેની સ્થાપના કરી દેવાશે. 12 જૂનના રોજ આ પ્લાન્ટ પરિવહનના માધ્યમથી ગુજરાતથી દિલ્હી પહોંચાડાયો હતો.
ગોપાલ ગિરી ગોસ્વામીએ જણાવ્યું કે, તેમણે આ જોઈને બહુ જ દુખ થયુ કે તેમના ગામના લોકો મહામારીથી કેટલી ખરાબ રીતે પીડિત છે. તેથી તેમણે પોતાની જન્મભૂમિના ઋણને ચૂકવવાનો સંકલ્પ લીધો હતો. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ માટે ઓક્સિજનની અછત ન થાય તે માટે તેમણે બાગેશ્વમાં ઓક્સિન પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો.
તેઓ જણાવે છે કે, સંકટના આ સમયમાં આ ઓક્સિજન પ્લાન્ટ મારા જિલ્લાના લોકો માટે વરદાન સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગોપાલગિરી ગોસ્વામીએ લોકડાઉન દરમિયાન પણ અનેક લોકોને બાગેશ્વર જિલ્લામાં પરત મોકલવા મદદ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે