હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગંભીર સંકટ, સુરતમાં રત્નકલાકારોએ પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાવી લીધા

ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક કારખાનાઓ બંધ થવા લાગ્યા છે કે કામ ઘટી ગયું છે. જેની અસર રત્નકલાકારો અને તેના પરિવારો પર પડી છે. 

હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગંભીર સંકટ, સુરતમાં રત્નકલાકારોએ પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાવી લીધા

Surat News: ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીની ચુંગાલમાં ફસાયો છે. સુરત સહિત રાજ્યભરમાં આવેલા હીરાના કારખાનાઓ બંધ થવા લાગ્યા છે. હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોનો જીવન પર સંકટ આવ્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે કારખાનાઓમાં કામના કલાકો ઘટી ગયા છે. કારીગરોના પગારમાં પણ ઘટાડો થયો છે. સુરતમાં તો લાખો લોકો હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા છે. તેવામાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોના પરિવાર પર ખરાબ અસર પડી છે.

બાળકો પર જોવા મળી મંદીની અસર
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની ઘેરી અસર જોવા મળી છે. જી હાં દિવાળી પછી ઘણા રત્નકલાકારોએ પોતાના સંતાનને સ્કૂલમાંથી ઉઠાવી લીધા હોવાનું સામે આવ્યું છે. વરાછા ઝોનની 50 સ્કૂલોમાંથી 603 વિદ્યાર્થીઓએ LC લઈ લીધા છે. હાલ હીરામાં તેજીની સંભાવના ન હોવાથી રત્નકલાકારો પોતાના વતન તરફ રવાના થયા છે. કેમ કે વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રના લોકો સૌથી વધુ વસવાટ કરે છે. દિવાળી પછી હીરાના અનેક એકમો શરૂ પણ નથી થયા, જેથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

ટોપ 10 સ્કૂલો જેમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ એલ.સી લીધી
1.સ્કૂલ નંબર 301 માંથી 36
2.સ્કૂલ નંબર 300 માંથી 34
3.સ્કૂલ નંબર 90 માંથી 32
4.સ્કૂલ નંબર 143 માંથી 30
5.સ્કૂલ નંબર 96 માંથી 28
6.સ્કૂલ નંબર 136 માંથી 27
7.સ્કૂલ નંબર 379 માંથી 27
8.સ્કૂલ નંબર 86 માંથી 20
9.સ્કૂલ નંબર 122 માંથી 20
10.સ્કૂલ નંબર 380 માંથી 19
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news