અમદાવાદ: વેપારીઓ પાસેથી ખંડણી માંગનારા 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તાર માં બે ખંડણીખોરની કરાઈ ધરપકડ છે. જમીન દલાલએ ₹5 લાખની ખંડણી નહિ આપતા છરીથી હુમલો કર્યો હતો. આ ટોળકીએ બિલ્ડર અને જમીન દલાલને ટાર્ગેટ કરીને ખડણી ઉઘરાવતી હતી. તપાસમાં આ આરોપીઓ ડોન હોય તેવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો.
પોલીસ કસ્ટડીમાં દેખાતા આ આરોપી ખુદને ડોન સમજીને વિડિઓ તો બનાવ્યો અને પોતાનો રોફ ઉભો કરવા બિલ્ડર અને જમીન દલાલ પર હુમલો કરીને ખંડણીનું નેટવર્ક શરૂ કર્યું. આ આરોપી છે રઘુ રબારી અને અલ્પેશ ચૌહાણ. જેઓ ખુદને સાબરમતી વિસ્તારના ડોન સમજે છે. અલ્પેશ ચૌહાણે તો ટિકટોક વિડિઓ બનાવીને પોતે ડોન હોવાનો સાબિત કરવા બિલ્ડર અને જમીન દલાલ પાસે પ્રોટેક્શન મનીના નામથી 5 લાખની ખંડણી ઉઘરવાનું શરૂ કર્યું. પરંતુ એક જમીન દલાલ આશિષ ગુર્જરે ખંડણી આપવાનો ઇનકાર કર્યો હતો, તેની પર હુમલો કરીને દહેશત ફેલાઈ. આ ટોળકી દર મહિને 2 થી 5 લાખની ખડની માંગતી હતી. પોલીસે રઘુ રબારી અને અલ્પેશ ચૌહાણની ધરપકડ કરી તપાસ શરૂ કરી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ખંડણીખોર ટોળકીએ આશ્રય બિલ્ડર્સ કેવલ મહેતા પાસેથી લાખોની ખંડણી પ્રોટેક્શનના નામે માંગી હતી. જેને લઈને અગાઉ પણ ફરિયાદ થઈ હતી. બિલ્ડર કેવલ મહેતા વિરુદ્ધ છેતરપીંડીને લઈને અગાઉ અનેક ફરિયાદ પણ થઈ હતી. જેથી આરોપીઓ પ્રોટેક્શન મની માંગતા હોવાનું ખુલ્યું હતું. જમીન દલાલ આશિષ ગુર્જર અને કેવલ મહેતા પાસેથી ખડણી ઉઘરાવવા કેસમાં રઘુ રબારી, વિષ્ણુ રબારી અને અલ્પેશ સામે પોલીસે ગુનો નોંધ્યો. હતો. જેમાં હજુ વિષ્ણુ રબારી ફરાર છે. ખંડણીખોરના આંતક અને દાદાગીરીથી જમની દલાલ અને બિલ્ડરમાં ભય ફેલાયો હતો. હાલમાં તો ટિકટોક ડોન આ ખંડણીખોરની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે