કથિત હાઇ સિક્યોરિટી જેલમાં કેદીએ આપઘાત કરતા ચકચાર, જેલતંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં એક કેદીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઝાડ પર કપડા વડે લટકીને આપઘાત કરતા જેલ પ્રશાસન પર સવાલો ઉઠ્યા. અત્યાર સુધી સાબરમતી જેલમાં મોબાઈલ ફોન પકડાયને અધિકારીઓ કે પ્રશાસન વિવાદમાં આવ્યા. પણ હવે એવી ઘટના સામે આવી કે જેનાથી ફરી એક વાર પ્રશાસન પર સવાલો ઊઠ્યાં છે.
હાઈ સિક્યોરિટી હોવા છતાં એક કેદીએ જાહેરમાં આપઘાત કર્યો. ઝાડ પર લટકીને આપઘાત કરતા રાણીપ પોલોસે તપાસ હાથ ધરી છે. વર્ષ 2012 માં વડનગરમાં નોંધાયેલા હત્યા અને હત્યાની કોશિશના આરોપી 47 વર્ષીય રમેશજી હેદુજી ઠાકોરે આપઘાત કર્યો હતો. જેલમાં જ પીપળાના ઝાડ પર લટકીને રાત્રે આપઘાત કર્યો હતો. કેદી રમેશજી ઠાકોર સહિત 5 વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં તેઓને આજીવન કારાવાસની સજા થઇ હતી.
તેઓને જુન માસમાં સાબરમતી જેલમાં લાવ્યા હતા. ત્યારે આ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે કમર કસી છે. પ્રાથમિક તબક્કે બિમારીનાં કારણે આ પગલું ભર્યાનું પોલીસનું માનવું છે. પણ આ ઘટના બની ત્યારે કોઈ સિપાહી હાજર હતો કે કેમ? તે સવાલ ઉપસ્થિત થાય છે. આગામી સમયમાં બેજવાબદાર સામે પગલા ભરાશે કે કેમ તે પણ જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે