AHMEDABAD માં અત્યંત ધનાઢ્ય વિસ્તારમાં કડક સુરક્ષા હોવા છતા કરોડો રૂપિયાની લૂંટ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : બોપલ વિસ્તારમાં લોકો હવે ઘરમાં પણ સુરક્ષીત નથી. કારણ કે પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાથી લુંટ ચલાવી પોશ બોપલ વિસ્તારમાં લોકો હવે ઘરમાં પણ સુરક્ષીત નથી. કારણ કે પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાથી લુંટ ચલાવી. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક હથિયારો વડે તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો. જોકે પોલીસ તપાસમાં લુંટારુ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી ગ્રામ્ય પોલીસની મદદથી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.
શહેરના છેવાડે આવેલા બોપલના ઈસ્કોન ગ્રીન બંગ્લોમાં ગત મોડી રાતે લુંટનો બનાવ બન્યો. લોંખડના સળીયા, છરી, જેવા ઘાતક હથિયારો સાથે ઘરામા રહેલા પરિવારને બાનમાં લઈ લુંટારુઓએ આપ્યો લુંટને અંજામ. આશરે 1 કલાક ઘરમાં રહ્યા બાદ પરિવાર પર હુમલો કરી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી ,રોકડ રકમ અને મોબાઈલ, ટેબ્લેટની ચલાવી લુંટ જોકે પરિવારે પ્રતિકાર કરતા લુંટારુઓએ હુમલો કર્યો જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
4 લુંટારૂ ટોળકીએ લુંટને અંજામ આપી ફરાર થયા બાદ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ છે. ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. ઘરની તપાસ કરતા પોલીસને શંકા છે કે લુંટારુ જાણભેદુ હોઈ શકે છે. કારણ કે ઘરના મુખ્ય દરવાજા પર ડીઝીટલ લોક હતુ. માટે જ આરોપીએ મુખ્ય દરવાજાને નુકશાન પહોચાડ્યા સિવાય લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો. ઉપરાંત જે રૂમમા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ હતી તે રૂમમાં જ લુંટ કરવામા આવી છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપીને સંપુર્ણ માહિતી આપવામાં આવી છે. અથવા જાણભેદુ હોઈ શકે છે.
મહત્વનુ છે કે સોસાયટીમાં સિક્યુરીટી અને સીસીટીવી બન્ને હાજર છે. ઉપરાંત દરવાજે ડીઝીટલ લોક પણ મારેલુ હતુ. તેમ છતાં લુંટારુ કેવી રીતે લુંટ કરી ફરાર થઈ ગયા તે અંગે પોલીસ પણ મુંજવણમાં છે. ઉપરાંત આરોપી પોતાના કોઈ પુરાવા પણ મુકીને નથી ગયા. જેથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેઝ અને ચોરીમાં ગયેલા મોબાઈલના લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આખરે આરોપી ક્યારે પકડાય છે. અને શું નવો ખુલાસો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે