ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમવાર નવા જીરાનો ભાવ 36 હજાર બોલાયો, ગુજરાતના ખેડૂતોમાં આશ્ચર્ય!

રાજકોટમાં આવેલ નવા જીરામાં વેપારી મિત્રોએ ઇતિહાસ રેકોર્ડ બ્રેડ ભાવ પડ્યો હતો. ગોંડલ (gondal)બજારમાં બે બોરી જીરુનો (Cumin)ભાવ રુ 36000 બોલાતા આશ્ચર્ય સર્જાયું છે. આજે રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 36000 રૂપિયા (Record break price)બોલાયો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમવાર નવા જીરાનો ભાવ 36 હજાર બોલાયો, ગુજરાતના ખેડૂતોમાં આશ્ચર્ય!

જયેશ ભોજાણી/ગોંડલ: રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાનો ભાવ રેકોર્ડ બ્રેક નોંધાયો છે. યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 36 હજાર 1 રૂપિયા ભાવ બોલાતા સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા. સૌ પ્રથમ વખત જીરૂની ત્રણ ગુણીની આવક થઈ છે. તમને જણાવી દઈએ કે ગોંડલમાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100 થી 6650 રૂપિયા છે. આ હરાજીમાં 36000 ભાવનો વીડિયો પણ વાયરલ થયો છે. કેટલાક વેપારીઓ દ્વારા માત્ર ખેડૂતોને આકર્ષવા બે બોરીનો ઊંચો ભાવ બોલાવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે.

હરાજીમાં શ્રીફળ વધેરીને મુહુર્તના નવા જીરૂની હરરાજી કરવામાં આવી હતી. મુહુર્તનો 20 કિલો જીરૂનો ભાવ 36001/- સુધીનો મોટા દડવાના અને સાણથલીના ખેડૂતને મળ્યા હતા. યાર્ડમાંના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હાર તોળા કર્યા હતા અને પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું.

રાજકોટમાં આવેલ નવા જીરામાં વેપારી મિત્રોએ ઇતિહાસ રેકોર્ડ બ્રેડ ભાવ પડ્યો હતો. ગોંડલ (gondal)બજારમાં બે બોરી જીરુનો (Cumin)ભાવ રુ 36000 બોલાતા આશ્ચર્ય સર્જાયું છે. આજે રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 36000 રૂપિયા (Record break price)બોલાયો હતો. ફક્ત બે જ બોરી માટે 36000 ભાવ બોલાયો હતો. જીરાના 20 કિલોના 36000 હજાર રૂપિયા પાડ્યા હતાં, જે એક કિલોના હિસાબે (1800) રૂપિયા થાય છે. પરંતું આજે ખેડૂત 2 ગુણી જીરું લઇને આવ્યા હતાં. જેથી કરીને ખેડૂત માલામાલ થઇ ગયો હતો. આ પ્રમાણે ખેડૂતને આટલા ઊંચા ભાવ મળવાથી એક જ ગુણીના લગભગ 117000થી 125000 રૂપિયા મળે છે. જો પુષ્કળ પ્રમાણમાં આવકો થશે ત્યારે આવા ભાવ રહેશે તો ખેડૂત મિત્રો બહુ જ અમીર  બની જશે. 

નોંધનીય છેકે ગોંડલ એપીએમસીના ઇતિહાસમાં પ્રથમવાર આટલો મોટો ભાવ બોલાયો છે. ગોંડલથી આવેલા ખેડૂતની ફકત બે જ બોરીના ઊંચા ભાવ બોલાયા હતા. ગોંડલમાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100થી 6650 રૂપિયા છે. આ હરાજીમાં 36000 ભાવનો વીડિયો વોટ્સએપ માં પણ વાયરલ થયો છે. કેટલાક વેપારીઓ દ્વારા માત્ર ખેડૂતોને આકર્ષવા બે  બોરીનો ઊંચો ભાવ બોલાવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. નવી સીઝનનું બે જ બોરી જીરું આવેલ હોવાથી પણ ભાવ ઊંચો મળ્યો હોવાની વાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news