Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Egg price today: USDA AMSએ તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, દેશભરના છૂટક બજારોમાં કરિયાણાની દુકાનોમાં ઈંડાનું રેકોર્ડ બ્રેકિંગ ભાવે વેચાણ થઈ રહ્યું છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર 6 જાન્યુઆરી સુધીમાં 50 અમેરિકાના રાજ્યમાં 130 મિલિયનથી વધુ પોલ્ટ્રીને અસર કરી છે.
Trending Photos
Egg price today: ઠંડીની મોસમમાં અમુક જગ્યાએ 8 કે 9 રૂપિયામાં મળતા ઈંડાની કિંમત વધી ગઈ છે. ખાસ કરીને આજે અમેરિકા (યુએસ)માં એક ક્રેડ ઈંડાની કિંમત જાણીને તમે દંગ રહી જશો. 2024ની સરખામણીમાં મહાસત્તા એટલે કે અમેરિકામાં ઈંડાના ભાવમાં ભારે વધારો થયો છે. ઈંડાના ભાવમાં 38 ટકાનો જંગી વધારો જોવા મળી રહ્યો છે.
આજની કિંમત
યુએસએ ટુડે દ્વારા ગુરુવારે પ્રકાશિત સમાચાર અનુસાર ઇંડાની કિંમતમાં પ્રતિ ડઝન સરેરાશ 3.65 ડોલરનો વધારો થયો છે. યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) અને એગ્રીકલ્ચરલ માર્કેટિંગ સર્વિસ (એએમએસ) અનુસાર 3 જાન્યુઆરીના રોજ ન્યૂયોર્કમાં મોટા ઈંડાના કાર્ટનની જથ્થાબંધ કિંમત વધીને 6.06 ડોલર પ્રતિ ડઝન થઈ ગઈ હતી, જ્યારે મિડવેસ્ટ રિજનમાં 5.75 ડોલર અને કેલિફોર્નિયામાં 8.97 ડોલર સુધી પહોંચી ગઈ છે.
બજારમાંથી ઇંડા ગાયબ
ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું છે કે,ઘ અન્ય ઘણી જગ્યાએ બજારમાંથી ઇંડા સંપૂર્ણપણે ગાયબ જોવા મળ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'બર્ડ ફ્લૂનો પ્રકોપ ઓછો થવામાં કેટલો સમય લાગશે તે કહેવું થોડું મુશ્કેલ છે.' દેશમાં ઈંડાની હાલની સમસ્યાનું સૌથી સ્પષ્ટ કારણ પેથોજેનિક એવિયન ઈન્ફલ્યુએન્ઝા અથવા બર્ડ ફ્લૂનો ફાટી નીકળવો છે.
લાખો મારવામાં આવી રહી છે મરઘીઓ
USDA AMSએ 3 જાન્યુઆરીના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, દેશભરના છૂટક બજારોમાં કરિયાણાની દુકાનોમાં ઈંડાનું રેકોર્ડબ્રેક કિંમતે વેચાણ થઈ રહ્યું છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર 6 જાન્યુઆરી 2022 થી 50 યુએસ રાજ્યોમાં વાયરસે 130 મિલિયનથી વધુ મરઘાંને અસર કરી છે. દેશમાં મોટા પાયે સંક્રમિત પક્ષીઓનું મૃત્યુ થઈ રહ્યું છે અને ક્યારેક એક જગ્યાએ લાખો પક્ષીઓના મોત થઈ રહ્યા છે.
દિલ્હીમાં ઈંડાની કિંમતઃ દિલ્હીમાં શું છે કિંમત?
શિયાળામાં ઈંડાની માંગ વધવાને કારણે દર વર્ષે તેના દરમાં વધારો થાય છે. આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં નિકાસમાં વધારાની અસર ઈંડાની કિંમત પર પણ જોવા મળી છે. કેટલાક બજારોમાં તેના ભાવમાં 25 ટકા સુધીનો વધારો થયો છે. ફેડરેશનના મહાસચિવ મદન મોહન મૈતીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, દેશભરમાં ઈંડાના ભાવમાં વધારો થયો છે. જો કે, છૂટક કિંમત ઈંડા દીઠ રૂ. 7.5 થી વધુ ન હોવી જોઈએ, પરંતુ દિલ્હી-એનસીઆરમાં, ખાસ કરીને નોઈડામાં એક કાચું ઈંડું રૂ. 9 સુધી મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રીટ વિક્રેતાઓની દુકાનોમાં બાફેલા ઇંડાનો ભાવ 10 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે