ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
ગુજરાતમાં હજુ ઘણી જગ્યાએ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આવું એક ગામ બોટાદ જિલ્લાનું રાણપુર છે. રાણપુરમાં છ દિવસમાં એકવાર પાણી આવે છે. જેનાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Trending Photos
રઘુવીર મકવાણા, બોટાદઃ પાણીએ પ્રાથમિક જરૂરિયાત છે. ગુજરાતમાં છેક કચ્છના રણ સુધી મા નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ પાણીની અનેક જગ્યાએ સમસ્યાઓ છે. ગુજરાતમાં એક એવું પણ નગર છે જ્યાં છ દિવસે એકવાર પાણી આપવામાં આવે છે. એવું નથી કે શહેર પાસે પાણી નથી...પાણી તો છે પરંતુ તંત્ર પાસે તેને સ્ટોર કરવાની વ્યવસ્થા ન હોવાથી નગરજનો તરસે મરી રહ્યા છે..ત્યારે કયું છે આ શહેર?...કેવી છે તેની સમસ્યા?...જુઓ આ અહેવાલમાં...
આ એવું નગર અને શહેર છે જ્યાં પાણી વગર લોકો તરસે મરી રહ્યા છે...એવું નથી કે પાણીની બહુ મોટી સમસ્યા છે..પાણીના અનેક સ્ત્રોત છે...ભરપુર પાણી છે પરંતુ તંત્રની અણઆવડત અને આયોજન ન હોવાથી લોકો તરસે મરી રહ્યા છે. તાલુકા કક્ષાના આ ગામનું નામ છે રાણપુર. જે બોટાદ જિલ્લામાં આવેલું છે. અંદાજિત 25 હજાર જેટલી વસતી ધરાવતા આ ગામમાં લોકોને 6 દિવસે એક વખત પાણી મળે છે...સપ્તાહમાં એક દિવસ પાણીથી શું થતું હશે?
શું છે સમસ્યા?
25 હજાર વસતીવાળા ગામમાં 6 દિવસે એક વખત પાણી મળે છે
સપ્તાહમાં એક દિવસ પાણીથી શું થતું હશે?
રાણપુર શહેરમાંથી જ ભાદર નદી વહે છે...આ નદીમાં 24 કલાક ખળખળ પાણી વહી રહ્યું છે...પરંતુ શહેરના લોકો તરસે મરી રહ્યા છે...અહીંના લોકો માગણી કરી રહ્યા છે કે 6 દિવસની જગ્યાએ બે ત્રણ દિવસે પાણી આપવામાં આવે...તાલુકા કક્ષા આ ગામમાં સરકારનો વિકાસ અહીં નજરે નથી પડી રહ્યો. ઉબડ ખાબડ રોડ-રસ્તા અને ગંદકીના થર અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા આ શહેરમાં પાણીની છે.
શું છે માંગણી?
રાણપુર શહેરમાંથી જ ભાદર નદી વહે છે
આ નદીમાં 24 કલાક ખળખળ પાણી વહી રહ્યું છે
શહેરના લોકો તરસે મરી રહ્યા છે
6 દિવસની જગ્યાએ બે-ત્રણ દિવસે પાણી આપવાની માગ
રાણપુરના લોકોને પુરતુ પાણી નથી મળતું તેનું કારણ પાણીની સ્ટોરેજ વ્યવસ્થા છે....રાણપુર ગ્રામ પંચાયત પાસે સ્ટોરેજ કરવાની કોઈ મોટી ટાંકી નથી. હાલ કુંભારવાડા વિસ્તારમાં એક સંપ અને એક ટાંકી બનેલી છે. ત્યાં જ 25 હજાર લોકોને પાણી આપવામાં આવે છે...આવડી નાની ટાંકીમાંથી કેવી રીતે બધા જ લોકોને પાણી મળી શકે? તંત્રને નવી ટાંકી બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ન તો કોઈ અધિકારી કંઈ ધ્યાનમાં લે છે. નતો ચૂંટાયેલા કોઈ જનપ્રતિનિધિ ધ્યાનમાં લે છે.
24 કલાક વહેતી નદી કાંઠે વસેલું આ શહેર પાણી માટે તરસી રહ્યું છે...તંત્રની અણઆવડત અને આયોજન વગરના કામથી લોકો ત્રસ્ત આવી ચુક્યા છે...ત્યારે જોવું રહ્યું કે શહેરીજનોની પાણીની સમસ્યાનું ક્યારે સમાધાન થાય છે....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે