Jagganath temple News

Video : ભૂદરના આરે થયું ગંગાપૂજન, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ જળયાત્રાની વિધિ
દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ અત્યંત સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. વિધિમાં તમામ લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી. નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા. દર વર્ષે ધામધૂમથી આ વિધિ કરાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ હતી. જળ ભર્યા બાદ પૂજા કરવામાં આવી હતી. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા. 
Jun 5,2020, 10:11 AM IST

Trending news