RAJKOT: રાત્રે રખડવા નિકળ્યાં તો ખેર નથી, સોસાયટીના CCTV જોઇ પોલીસ કરશે કાર્યવાહી

 હાલમાં કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ બેકાબુ બન્યું છે. રાજ્યનાં 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સંદર્ભમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાય તે અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શીકા તથા કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સંક્રમણની રફ્તાર જોતા હવે પોલીસ કડકાઇથી વર્તશે. પોલીસે રાત્રિ દરમિયાન સોસાયટીમાં એકઠા થતા અનેક ટોળે વળતા કે નાઇટ વોક માટે બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરશે. 
RAJKOT: રાત્રે રખડવા નિકળ્યાં તો ખેર નથી, સોસાયટીના CCTV જોઇ પોલીસ કરશે કાર્યવાહી

રાજકોટ: હાલમાં કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ બેકાબુ બન્યું છે. રાજ્યનાં 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સંદર્ભમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાય તે અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શીકા તથા કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સંક્રમણની રફ્તાર જોતા હવે પોલીસ કડકાઇથી વર્તશે. પોલીસે રાત્રિ દરમિયાન સોસાયટીમાં એકઠા થતા અનેક ટોળે વળતા કે નાઇટ વોક માટે બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરશે. 

રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલમાં કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે સરકારની માર્ગદર્શીકાનું પાલન નહી કરનાર તથા કર્ફ્યૂનો ભંગ કરનારા વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતા ઘણા અંતરિયાળ સોસાયટીમાં કર્ફ્યૂના સમય દરમિયાન વોકિંગ કરતા અને એકઠા થઇને બેસતા લોકો જોવા મળી રહ્યા છે. લોકો વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસ સતત અંતરિયાળ સોસાયટીમાં વધારેમાં વધારે પેટ્રોલિંગ અને ખાનગી રીતે તપાસ કરીને આ રીતે કર્ફ્યૂ કરનાર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થશે. 

સોસાયટીમાં લાગેલા cctv કેમેરાના ફૂટેજ ચેક કરી કર્ફ્યૂ ભંગ કરનારાઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં વોચ રાખવામાં આવી રહી છે. જેમાં ક્વોરન્ટાઇન થયેલા લોકોનિયમોના ઉલ્લંઘન કરતા જોવા મળી રહે છે. જે અંગે કુલ 20 કરતા વધારે વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news