જ્યારે Zomato એ Swiggy ને કહ્યું- I Love You, I Am Sorry... લોકોએ લીધી મજા, જાણો શું છે સમગ્ર ઘટના

Zomato Vs Swiggy: Zomato Vs Swiggy: મુંબઈમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન જરૂરી ફૂડ આઇડમની ડિલિવરીને લઈને Zomato અને Swiggy માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રસપ્રદ લડાઈ જોવા મળી છે. લડાઈની શરૂઆત કરી ઝોમેટોના CEO એ અને પૂરી પણ તેમણે કરી. પરંતુ ખુબ રસપ્રદ અંદાજમાં.

જ્યારે Zomato એ Swiggy ને કહ્યું- I Love You, I Am Sorry... લોકોએ લીધી મજા, જાણો શું છે સમગ્ર ઘટના

મુંબઈઃ Zomato Vs Swiggy: મુંબઈમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન જરૂરી ફૂડ આઇડમની ડિલિવરીને લઈને Zomato અને Swiggy માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રસપ્રદ લડાઈ જોવા મળી છે. લડાઈની શરૂઆત કરી ઝોમેટોના  CEO એ અને પૂરી પણ તેમણે કરી. પરંતુ ખુબ રસપ્રદ અંદાજમાં. આ વચ્ચે મુંબઈ પોલીસે પણ કૂદવુ પડ્યુ. 

આ રસપ્રદ ઘટનાને જાણતા પહેલા અમે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકારે મંગળવારે જાહેરાત કરી કે બુધવારથી મુંબઈમાં રાત્રે 8 કલાક બાદ નાઇટ કર્ફ્યૂ લાગૂ થશે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ અને વસ્તુની હેરફેરની છૂટ રહેશે.

શું છે સંપૂર્ણ ઘટના
મહારાષ્ટ્ર સરકારના નાઇટ કર્ફ્યૂનું ફરમાન લગભગ Zomato સમજી શક્યું નહીં. તેથી રાત્રે 8 કલાકે નાઇટ કર્ફ્યૂને લઈને ગેરસમજમાં આવેલા ઝોમેટોના કો-ફાઉન્ડર અને સીઈઓ દીપિંદર ગોયલે પોતાના હરીફ Swiggy પર કટાક્ષ કર્યો. ગોયલે ટ્વીટ કર્યુ, જેમાં તેમણે લખ્યું કે, ઝોમેટો મુંબઈમાં નાઇટ કર્ફ્યૂમાં રાત્રે 8 કલાક બાદ જરૂરી ખાવાની વસ્તુની ડિલિવરી માટે તૈયાર છે, પરંતુ અમે તેમ કરી રહ્યાં નથી કારણ કે અમે કાયદાનું પાલન કરતા લોકો છીએ. પરંતુ હું જોઈ રહ્યો છું કે અમારી વિરોધી કંપની રાત્રે 8 કલાક બાદ ડિલિવરી કરી રહી છે. હું મુંબઈ પોલીસને અપીલ કરુ છું કે તે આ મામલા પર સફાઈ આપે. 

I see our competition is continuing to operate post 8pm. I urge @MumbaiPolice to please clarify the way forward here. pic.twitter.com/LFd9qZUmED

— Deepinder Goyal (@deepigoyal) April 14, 2021

આ કટાક્ષ પર Swiggy એ તો કંઈ કહ્યું નહીં, પરંતુ મુંબઈ પોલીસે ગોયલને તત્કાલ જવાબ આપ્યો. મુંબઈ પોલીસે લખ્યુ કે, મહેરબાની કરી સરકારનું નોટિફિકેશન વાંચો. હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોઈ સમયમર્યાદા નથી. મુંબઈ પોલીસના આ જવાબ ગાય દીપિંદર ગોયલને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે વધુ ફજીહત ન થાય તે માટે મુંબઈ પોલીસનો આભાર માન્યો અને કહ્યું કે, 'You are the best'. અમે કાલથી અમારૂ કામ શરૂ કરીશું. 

— Deepinder Goyal (@deepigoyal) April 14, 2021

Zomato ની થઈ ફજેતી
મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કરતા ટ્વીટમાં ગોયલે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેના એક આદેશની કોપી પણ પોસ્ટ કરી. જેમાં ફૂડ ડિલિવરીના નિયમને લઈને જાણકારી આપવામાં આવી છે. હવે આ ઘટના ટ્વિટર પર લોકો માટે મજાકનો વિષય બની છે. આ વિવાદમાં ઝોમેટોની ફજેતી થઈ. લોકોએ ઝોમેટોની મજાક કરી. કોઈએ લખ્યુ કે તેની લિગલ ટીમને નોકરીમાંથી કાઢી નાખો. કોઈએ લખ્યુ કે ઝોમેટો કોઈ શાળાના બાળકની જેમ સ્વીગીની ફરિયાદ કરી રહ્યું છે. 

પરંતુ અંત ભલા તોસબ ભલા, ઝોમેટોના સીઈઓ ગોયલે સોશિયલ મીડિયા પર મજાક થયા બાદ Swiggy ને લખ્યુ કે, swiggy, I am sorry, had no other choice. I love you. સ્વીગી મને માફ કરી દો મારી પાસે અન્ય કોઈ રસ્તો નહતો.  I love you. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news