ગુજરાતમાં અહીં રેલ રોકો આંદોલન! રેલવે વિભાગના આ નિર્ણયને લઈ ગામે ગામ રોષ ફેલાયો
આણંદ રેલવે સ્ટેશન ખાતેથી ખંભાત સુધી દિવસમા 6 સમય મેમુ ટ્રેન દોડે છે. આ રેલવે ટ્રેક પર આવેલ ગામોના લોકોને મેમુ ટ્રેનનો લાભ મળે છે. આ ટ્રેક પર પેટલાદથી ખંભાત સુધી કુલ 10 ફાટકો આવેલા છે.
Trending Photos
Protest Against Railway Gate In Petlad, બુરહાન પઠાણ/આણંદ: આણંદથી ખંભાત સુધી દોડતી મેમુ ટ્રેનના રેલવે ટ્રેક પર આવેલ ફાટકોને રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધી બંધ રાખવાના રેલવે વિભાગના નિર્ણયને લઈ ગામે ગામ રોષ ફેલાયો છે. શુક્રવારે જલ્લા, મોભા, પંડોળી અને નૂર તલાવડી વિસ્તારના સ્થાનિકો રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા અને ટ્રેનને અટકાવી દીધી હતી.
આણંદ રેલવે સ્ટેશન ખાતેથી ખંભાત સુધી દિવસમા 6 સમય મેમુ ટ્રેન દોડે છે. આ રેલવે ટ્રેક પર આવેલ ગામોના લોકોને મેમુ ટ્રેનનો લાભ મળે છે. આ ટ્રેક પર પેટલાદથી ખંભાત સુધી કુલ 10 ફાટકો આવેલા છે. આ તમામ ફાટકોને રેલવે વિભાગના નવા નિયમોમાં આવા ફાટક પર છેલ્લા 2 દિવસથી રાત્રિના દસ વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ફાટકો બંધ કરવામા આવેલ છે, જેને લઈ પેટલાદ અને તારાપુરના ગામડાઓ આ સમયમાં નજરકેદ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
શુક્રવારે આણંદ રેલવે સ્ટેશનથી ઉપડેલ મેમુ ટ્રેનને પહેલા નૂર તલાવડી પાસે અને ત્યારબાદ જલ્લા, મોભા અને પંડોળી પાસે અટકાવી દેવામા આવી હતી. ટ્રેન આવવાના સમયે સ્થાનિક મહિલાઓ સહિતના લોકો રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા અને ટ્રેન આવતાં જ તેને અટકાવી દેવામા આવી હતી. ઘટનાને લઈ પોલીસ અને રેલવેના અધિકારીઓએ સ્થાનિકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને ટ્રેનને આગળ જવા દેવામા આવી હતી. આણંદ રેલવે સ્ટેશનથી સવારે 8 વાગે ઉપડેલ ટ્રેન બપોરે 12 કલાકે ખંભાત પહોંચી હતી, જેને લઈ ટ્રેનના મુસાફરો પણ પરેશાન થયા હતા.
આ અંગે સ્થાનિકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે રેલવે વિભાગ દ્વારા મનઘડત નિર્ણય લેવામા આવ્યો છે. રાત્રિના સુમારે ફાટક બંધ કરી દેવામા આવે છે અને મેડિકલ ઇમર્જન્સી માટે પણ ફાટક ખોલતા નથી. સાથે સાથે આગળ હવે ડાંગરની કાપણી અને ઝૂડવાનું કામ હોવાથી મોડી રાત સુધી ખેડૂતો ખેતીકામ કરતા હોય છે. જેમાં અહીંના ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે