આવાસના મકાન માટે AMCના ધાંધિયા, 2021માં ડ્રો થયો, પણ હજુ સુધી નથી મળ્યા મકાન

સરકાર દ્વારા ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવે છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મકાનનો ડ્રો કરી દેવામાં આવ્યો પરંતુ હજુ મકાનોના કામ પૂરા થયા નથી અને જરૂરીયાતમંદોને મકાન મળ્યા નથી. 
 

આવાસના મકાન માટે AMCના ધાંધિયા, 2021માં ડ્રો થયો, પણ હજુ સુધી નથી મળ્યા મકાન

સપના શર્મા, અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસના મકાન આપીને ઘરના ઘરનું સપનું પૂર્ણ કરે છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકા મોટા ઉપાડે મકાનના ડ્રો કરીને લોકોને આવાસના મકાન આપવામાં નિષ્ફળ નીવડી છે. આવાસના મકાનોનું કામ 50 ટકા પણ પૂર્ણ નથી થયુ, તેમ છતાં મકાનનો ડ્રો કરી દેતા AMC સત્તાધિશો બરાબરના ફસાયા છે. શું સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં... 

જીહાં, ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે ગુજરાત સરકાર આવાસના મકાનો બનાવી રહી છે. જેમાં ડ્રો કરીને લોકોને સસ્તાં ભાવે મકાન આપવામાં આવે છે. 

આવા જ એક આવાસના મકાનોનો ડ્રો ગૃહમંત્રી અમિત શાહે 2021માં કર્યો હતો. જેમાં વાસણા અને થલતેજના 15,347 આવાસના મકાનોનો ડ્રો થયો હતો. જેને આજે અંદાજે 2 વર્ષનો સમય પૂરો થઈ ગયો છતાં લોકોનો પોતાના આવાસના મકાન નથી મળ્યાં. એટલું જ નહીં 593 મકાનમાંથી વાસણાના મકાનોમાં હજુ તો 50 ટકાથી પણ વધુ કામ હજુ તો બાકી છે. 

અમદાવાદ મહાનગર પાલિકા લોકોને પોતાનું ઘર આપવાની વાત કરે છે. પરંતુ અહી આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. કારણ કે વાસણામાં બની રહેલા આવાસના મકાનમાં હજુ 50 ટકા કામ બાકી છે છતાં મનપાએ મકાનના ડ્રો કરી દીધા હતા. ત્યારે હજુ સુધી આવાસના મકાન ન મળતા લોકોની ધીરજ ખૂટવા લાગી છે. 

વાસણાના આવાસ સમયસર પૂર્ણ ન થવા પાછળનું મુખ્ય કારણ છે કોન્ટ્રાક્ટરની મનમાની, જીહાં કોન્ટ્રાક્ટરે ભાવ વધારો માંગતા વાસણા આવાસનો પ્રોજેક્ટ્સ સમયસર પુરો નથી. ત્યારે મકાનના ડ્રો થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટરે ભાવ વધારો માગ્યો છે એટલે મનમાની મનપાએ પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કર્યો છે. 

વહેલા ઉપાડે મનપાએ ડ્રો કરી દીધો પરંતુ સમયસર ઘર ન આપી શકતા લાભાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ફરીથી એક વાયદો કરી દીધો છે કે ઝડપથી મકાન મળે તેના પ્રયાસ કરીશું. ત્યારે ગરીબ લોકો પોતાના મકાન માટે વર્ષ 2021થી રાહ જોઈ રહ્યા છે, અને હજુ પણ તેમણે રાહ જ જોવાની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news