Dharmendra Brother: ફિલ્મી દુનિયા પર રાજ કરતા હતા ધમેન્દ્રના ભાઇ, સેટ પર ગોળીઓ વરસાવી કરી હતી હત્યા

Dharmendra Brother: અત્યાર સુધી ધમેન્દ્રના અફેર અને ફિલ્મોના તો તમે કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે તેમના ભાઇ પણ હતા. જેના સેટ પર હત્યા થઇ હતી. 

Dharmendra Brother: ફિલ્મી દુનિયા પર રાજ કરતા હતા ધમેન્દ્રના ભાઇ, સેટ પર ગોળીઓ વરસાવી કરી હતી હત્યા

Dharmendra Brother Murder: બોલીવુડમાં ધમેન્દ્ર (Dharmendra) હીમેનના નામથી પણ ઓળખાય છે. જેમણે હિંદી સિનેમામાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. 87 વર્ષની ઉંમરમાં પણ બોલીવુડમાં એક્ટિવ છે અને ખૂબ જલદી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં જોવા મળશે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને એક્ટરના ભાઇ વીરેન્દ્ર સિંહ દેઓલ (Virendra Singh Deol) થી રૂબરૂ કરાવીએ છીએ. જેની સેટ પર હત્યા થઇ ગઇ હતી.

પંજાબી સિનેમાના સ્ટાર હતા વીરેન્દ્ર દેઓલ
જોકે એક જમાનો એવો પણ હતો જ્યારે ધમેન્દ્રના ભાઇ વીરેન્દ્ર સિંહ પંજાબી ઇંડસ્ટ્રીના સુપરસ્ટાર હતા. વીરેન્દ્ર દેખાવમાં લગભગ ધમેન્દ્ર જેવા જ હતા. એટલા માટે તેમને પંજાબી સિનેમાના ધર્મેન્દ્ર કહેવામાં આવતા હતા. વીરેન્દ્ર ના ફક્ત એક સારા અભિનેતા હતા પરંતુ ઉમદા ફિલ્મમેકર પણ હતા. જેમને 25 ફિલ્મો બનાવી અને બધી જ સુપરહિટ સાબિત થઇ. 

આ ફિલ્મના સેટ પર થઇ હતી વીરેન્દ્રની હત્યા
ધીમે ધીમે વીરેન્દ્ર સિંહ ઇંડસ્ટ્રીમાં સફળ થવા લાગ્યા અને આ સફળતા તેમની મોતનું કારણ બની. કહેવામાં આવે છે કે લોકો વીરેન્દ્રની સફળતાથી ઇર્ષા કરવા લાગ્યા હતા. પછી 6 ડિસેમ્બર 1988 ના રોજ વીરેન્દ્રની લાઇફમાં તે પળ આવી. જેની કોઇને આશા ન હતી. 

જોકે ફિલ્મ 'જટ તે જમીન' શૂટિંગ દરમિયાન વીરેન્દ્ર સિંહની સેટ પર જ ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી. આ સમાચારે ના ફક્ત પંજાબી ઇંડસ્ટ્રીમાં તહેલકો મચાવ્યો હતો પરંતુ ધમેન્દ્ર પણ પોતાના ભાઇને ગુમાવીને તૂટી ગયા હતા. 

તમને જાણીને નવાઈ લાગશે કે તેની હત્યા કોણે કરી તેનું રહસ્ય આજ સુધી છુપાયેલું છે કારણ કે તે સમયે પંજાબમાં દરરોજ ફાયરિંગની ઘટનાઓ બનતી હતી. ધર્મેન્દ્રની વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ પણ તેની સાથે હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news