સરકારનો નવો ફતવો: જો CORONA કાળમાં લગ્નનું આયોજન કરી રહ્યા છો તો વાંચો અહેવાલ
હાલ કોરોના કાળમાં લગ્નનું આયોજન કરવું દિવસેને દિવસે એક મોટો પડકાર બનતું જાય છે. સરકાર દ્વારા રોજિંદી રીતે નવા નવા ફતવાઓ આવતા રહે છે. લગ્નનું આયોજન કરી ચુકેલા લોકો રોજ એક નવા ટેન્શન અને જવાબદારી સાથે ઉઠે છે.
Trending Photos
* સરકાર દ્વારા સુચવાયેલા પોર્ટલ પર લગ્ન પહેલા ઓનલાઇન રજીસ્ટ્રે્શન ફરજીયાત
* ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ સ્થાનિક તંત્રની પરવાગની નહી લેવી પડે
* સક્ષમ અધિકારી માંગે ત્યારે ઓનલાઇન નોંધણીની પહોંચ દેખાડવી પડશે
* મોટા ભાગના લગ્ન પુરા થયા અને કમુર્તા બેઠા ત્યારે સરકારે લીધો નિર્ણય !
હિતલ પારેખ/ગાંધીનગર : હાલ કોરોના કાળમાં લગ્નનું આયોજન કરવું દિવસેને દિવસે એક મોટો પડકાર બનતું જાય છે. સરકાર દ્વારા રોજિંદી રીતે નવા નવા ફતવાઓ આવતા રહે છે. લગ્નનું આયોજન કરી ચુકેલા લોકો રોજ એક નવા ટેન્શન અને જવાબદારી સાથે ઉઠે છે. ગુજરાત સરકાર દ્વારા પહેલા 200 લોકોની પરવાનગી આપવામાં આવી હતી. જો કે દિવાળી બાદ કોરોના વકરતા તે નિર્ણય પરત લેવાયો અને ફરી એકવાર 100 લોકોની જ મંજુરી આપવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં માત્ર જાણ કરવા માટે જણાવાયું હતું.
જો કે હવે સરકાર દ્વારા આજે એક વધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હવે લગ્ન માટે સરકાર પાસેથી ઓનલાઇન મંજુરી લેવી પડશે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેનાં હેઠળ લગ્નમાં માત્ર 100 લોકો જ હાજર રહી શકશે. આ બાબતનું રજીસ્ટ્રેશન ઓનલાઇન કરાવવું પડશે. આ રજીસ્ટ્રેશન માટે સરકાર દ્વારા https://www.digitalgujarat.gov.in/ વેબસાઇટ પણ જાહેર કરવામાં આવી છે. આવતી કાલથી આ નિયમ અમલી બનશે.
આ પોર્ટલ પરથી ઓનલાઇન મંજુરી મળ્યા બાદ જ લગ્નનું આયોજન કરી શકાશે. કોઇ સ્થાનિક સત્તા કે પોલીસને જાણ કરવાની રહેતી નથી. માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જો કે આ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે શું ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. વેગેરે જેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે ફરી એકવાર નાગરિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ વેબસાઇટ પર લગ્ન રજીસ્ટ્રેશન માટેની સેવા કે કોઇ ટેબ સક્રિય થયો નથી. જેથી આ સમાચાર સાંભળીને સમારંભનું આયોજન કરનારા લોકો વેબસાઇટ પર તો જઇ રહ્યા છે પરંતુ હજી સુધી આ સુવિધાનો ટેબ નહી હોવાનાં કારણે વેબસાઇટ પર ફાંફા મારી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડી.જે અને બેન્ડ જેવી તમામ સુવિધાને સ્થાનિક તંત્ર દ્વારા મંજુરી આપવામાં નથી આવી રહી તે તમામ નિયમો યથાવત્ત રહેશે. આ ઉપરાંત સામાજિક અંતર, સેનિટાઇઝર, માસ્ક જેવા નિયમોનું પાલન તો કરવાનું રહેશે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્રમાં લગ્નની મંજુરી બાબતે નાગરિકોને જે અસુવિધા પડી રહી હતી તેને ધ્યાને રાખીને આ ઓનલાઇન રજીસ્ટ્રેશન સેવા ચાલુ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે