Railwayનું થશે ખાનગીકરણ, બંધ થશે યોત્રિઓને મળતી સુવિધાઓ? જાણો શું છે સત્ય

સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ભારતીય રેલવે (Indian Railways)ને સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરવામાં આવશે. આ પોસ્ટથી લોકોની વચ્ચે હંગામો મચ્યો છે

Railwayનું થશે ખાનગીકરણ, બંધ થશે યોત્રિઓને મળતી સુવિધાઓ? જાણો શું છે સત્ય

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ભારતીય રેલવે (Indian Railways)ને સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરવામાં આવશે. આ પોસ્ટથી લોકોની વચ્ચે હંગામો મચ્યો છે કે, ક્યાંક આવનારા સમયમાં ટ્રેનોનું ભાડું વધી ન જાય. આ મેસેજ ટ્વિટરથી લઇને વોટ્સએપ પર પણ ઘણો લોકો વચ્ચે શેર કરવામાં આવી રહ્યો છે. જો કે, હજી સુધી આ મામલે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ના રેલ મંત્રીએ રેલવેના ખાનગીકરણ થવાને લઇને કોઈ ટિપ્પણી કરી છે.

PIBએ કહ્યું દાવો ખોટો છે
વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય રેલવે (Indian Railways)નું સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરવામાં આવશે અને સાથે જ માસિક પાસ અને વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ, જેવી સુવિધાઓ સમાપ્ત કરવામાં આવશે. પીઆઇબીની ફેક્ટ ચેક ટીમે તેને માત્ર એક અફવા ગણાવી છે અને કહ્યું છે કે, રેલવેનું કોઈ ખાનગીકરણ કરવામાં આવશે નહીં. PIB Fack Checkએ તેમના સત્તાવાર ટ્વિટર પર લખ્યું, #PIBFactCheck: આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા એવો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

— PIB Fact Check (@PIBFactCheck) December 11, 2020

પીયૂષ ગોયલે કહ્યું, રેલવે જનતાની છે અને હમેશા રહેશે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે પણ નિવેદનમાં કહ્યું હતું કે, રેલવેનું ખાનગીકરણ થશે નહીં. ભારતીય રેલ જનતાની છે અને જનતાની રહેશે. તેમણે અલવર જિલ્લાના ડિગાવડામાં બાંદીકૂઈ સુધી 34 કિલોમીટરના રેલ ટ્રેકના વિદ્યુતીકરણનું ઉદ્ધાટન દરમિયાન આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય રેલનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. આટલા વર્ષોથી જે રેલનો વિકાસ થવો જોઇએ તે હજી સુધી થયો નથી. તેથી ભારતીય રેલ પબ્લિક પ્રાઇવેટ પાર્નરશિપના અંતર્ગત ભાગીદારી કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news