અમદાવાદથી ગોંડલ પહોંચેલ વૃદ્ધ દંપતીને કોરોના નીકળતા 37 પરિવારો ઘરમાં પૂરાયા

ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં કોરોનાના કેસનો આંકડો 63 પર પહોંચી ગયો છે. જેમા ગ્રામ્યમાં 4 કેસ અને 3 કેસ ગોંડલમાં નોંધાયા છે. ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલ વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના બાદ તંત્ર દ્વારા અક્ષરધામ સોસાયટીને પતરાઓથી બંધ કરી દેવાતાં આશરે 37 જેટલા પરિવારો ઘરમાં જ કેદ થઈ ગયા છે.
અમદાવાદથી ગોંડલ પહોંચેલ વૃદ્ધ દંપતીને કોરોના નીકળતા 37 પરિવારો ઘરમાં પૂરાયા

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં કોરોનાના કેસનો આંકડો 63 પર પહોંચી ગયો છે. જેમા ગ્રામ્યમાં 4 કેસ અને 3 કેસ ગોંડલમાં નોંધાયા છે. ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલ વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના બાદ તંત્ર દ્વારા અક્ષરધામ સોસાયટીને પતરાઓથી બંધ કરી દેવાતાં આશરે 37 જેટલા પરિવારો ઘરમાં જ કેદ થઈ ગયા છે.

અમદાવાદી યુવકે કોરોના ટેસ્ટ કરવાનો સસ્તો અને સરળ રસ્તો શોધ્યો, X-Rayથી ઓળખાશે કોરોના 

પ્રાપ્ત વિગતો મુજબ, લોકડાઉનના સમયમાં અમદાવાદમાં ફસાયેલ ગોંડલના વૃદ્ધ અરવિંદભાઈ માંડલીયા અને તેના પત્ની ઉષાબેન બે દિવસ પહેલા ગોંડલ આવ્યા હતા. જેના બાદ મેડિકલ તપાસમાં કોરોના પોઝિટિવ નીકળતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પ્રશાસન અને મેડિકલ સ્ટાફે તકેદારીના ભાગરૂપે અક્ષરધામ સોસાયટીમાં તકેદારીના પગલા લેવાયા છે. વૃદ્ધ દંપતી રહેતા હતા જે શેરીમાં રહેતા હતા, તેને બંને સાઇડ 6 ફૂટના પતરા લગાવી ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. આ શેરીમાં આશરે 37 ઘરમાં 140 લોકો વસવાટ કરી રહ્યા છે. આ તમામ લોકોને 14 દિવસ ઘર બંધીમાં જ રહેવું ફરજિયાત બન્યું છે. શેરીની બહાર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શેરીમાં રહેતા તલાટી મંત્રી તેમજ મેડિકલ સ્ટોરમાં કામ કરતા લોકો પણ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે.

ગુજરાતે કોરોનાના નવા કેસ અને દર્દીઓના રિકવર રેશિયોમાં રેકોર્ડ બ્રેક કર્યો, કુલ કેસ 8000ને પાર 

બોટાદમાં 3 કેસ પોઝિટિવ આવ્યા
બોટાદ જિલ્લામાં આજે વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાથે પોઝિટિવ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. શહેરના વોરાવાડ વિસ્તારમાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે. ૧૭ વર્ષનો યુવક, ૨૪ વર્ષના યુવાન અને ૪૭ વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉના પોઝિટિવ દર્દીના પરિવારનો સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બોટાદ જિલ્લામાં કુલ 55 કેસો છે. જેમાં 16 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. 
હાલ જિલ્લામાં ૩૫ લોકો સારવાર લઈ રહ્યાં છે. 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. વાંકાનેરના અર્બન વિસ્તારમાં રહેતા 62 વર્ષના એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં દર્દી રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news