Coronalockdown News

લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ
આજથી રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana)ના ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. જોકે, કોઈ પણ પ્લાનિંગ અને સૂચના વગર આ જાહેરાત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. લગભગ દરેક શહેરોમાં ફોર્મ મેળવવા બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. ત્યારે રાજકોટમાં સવારે 1 લાખ રૂપિયાની લોન લેવા લોકોએ જિંદગી દાવ પર મૂકી તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા લોકોએ બેંક બહાર લાંબી લાઇનો લગાવી છે. પરંતુ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. બેંક ખૂલે એ પહેલા લગભગ 700થી 800 લોકોનું ટોળુ બેંક બહાર ઉભું હતું. તો બીજી તરફ, આ બેંકમાં વધુ ફોર્મ આવ્યા ન હોવાથી પ્રિન્ટર પરથી પ્રિન્ટ કાઢીને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોને ઓનલાઈન ફોર્મ મેળવી લેવા કહેવામાં આવ્યું હતું. 
May 21,2020, 14:10 PM IST
2%ની લોન લેવા ગુજરાતના દરેક શહેરોમાં સવારથી લાઈનમાં ઉભા છે લોકો, બેંકોએ કહ્યું- ફોર્
May 21,2020, 11:57 AM IST
ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ, કોંગ્રેસના સવાલોનો જીતુ વાઘાણીએ આપ્યો આ જવાબ
કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટની કંપની દ્વારા બનાવાયેલ ધમણ વેન્ટીલેટર રાજકીય મુદ્દો બન્યો છે. ધમણ વેન્ટીલેટર પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે ધમણ વેન્ટિલેટર મામલે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે. આજે ગુજરાત સરકારે ધમણ-1 અંગે કરેલી કરેલી સ્પષ્ટતા બાદ અમિત ચાવડાએ કહ્યું કે, દિલ્હીના વેન્ટીલેટર પર ચાલતી ગુજરાતની ભાજપા સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા અધિકારીઓને આગળ ધરે છે. ધમણ-1 ની નિષ્ફળતાને છુપાવવા માટે આરોગ્ય સચિવે ખુલાસા કર્યા  છે. જેમાં ધમણ-1 બનાવવાની કંપનીની વકીલાત વધારે હતી. મુખ્યમંત્રીએ 5 એપ્રિલે જ્યારે ધમણ-1 નું લોકાર્પણ કર્યું ત્યારે તેને કોઇ સર્ટિફિકેટ મળ્યું ન હતું. 
May 20,2020, 17:51 PM IST
પાનમસાલા ખાઈને જાહેરમાં થૂંકનારાઓ માટે રાજકોટની કંપનીએ બનાવ્યા અનોખા ગ્લાસ
May 20,2020, 17:19 PM IST
આવતીકાલથી 9000 જેટલા આઉટલેટ્સ પર 2% વ્યાજના લોન માટે ફોર્મ મળશે : અશ્વિની કુમાર
રાજ્યમા કોરોના વાયરસને કારણે પ્રવર્તી રહેલી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.  
May 20,2020, 15:20 PM IST
સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, બસમાં ઘેંટા-બકરાની જેમ 60 લોકોને બેસાડ્યા
May 20,2020, 13:10 PM IST
અમદાવાદ : શાહપુર પથ્થરમારામાં RSS-ભાજપના નામે ખોટો મેસેજ ફેલાવનાર શખ્સ સામે ફરિયાદ ન
અમદાવાદના શાહપુરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર પથ્થરમારા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઉશ્કેરણી જનક ટ્વિટ કરાઈ હતી. ત્યારે આ ખોટી ટ્વિટ કરવાના મામલે ફરિયાદ થઈ છે. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરતી ટ્વિટ કરનાર ટ્વિટર હેન્ડલર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. આ ટ્વિટમાં ક્રાઇમ બ્રાન્ચ અને શાહપુર પોલીસના જવાનોને RSS અને ભાજપના લોકો હોવાનું બતાવ્યું છે. ખોટો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. સિવિલ ડ્રેસમાં ફરજ બજવતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોને ભાજપના અને RSSના માણસો બતાવવાનો પ્રયાસ કરાયો છે. ખોટો વીડિયો કોને બનાવ્યો હતો તે અંગે સાઇબર ક્રાઇમે  તપાસ શરૂ કરી. 
May 20,2020, 12:39 PM IST
રાજકોટની 65 હજાર જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે
May 20,2020, 10:40 AM IST
"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી
શ્રમિક ટ્રેનો બસ દ્વારા પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં છે. કોરોનાથી ભયયુક્ત બનેલા શ્રમિકો પોતપોતાના વતન સરળતાથી અને સુખરૂપ પહોંચી શકે તે હેતુથી ટ્રેનો અને બસો દોડાવવામાં આવી છે. તો કેટલાક ગરીબ પરપ્રાંતિયો મજબૂર થઈને પગપાળા વતન તરફ જવા નીકળ્યા છે. આવામાં, સૌથી વધુ મહત્વનું વતન પહોંચવું છે. પોતાના લાડકવાયા કે સ્નેહીજનની ચિંતા કોને ન હોય ?  ટ્રેનમાં સરળતાથી સીટ મળી ગયા બાદ શ્રમિકો પોતાને નસીબદાર ગણી રહ્યાં છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો. માદરે વતન ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે પરત ફરી રહેલા અને પોતાની રાહ જોઇ રહેલા પરિવારને વીડિયો કોલ કર્યો ત્યારે શેખરસિંગના માતા વીડિયો કોલ પર પોતાના પુત્રને પાછા આવતા જોઇ ભાવવિભોર બન્યા હતા. સાથે જ તેમનો દીકરો જલ્દી જ પરત ફરશે તેવી આશા જાગી હતી.
May 20,2020, 9:31 AM IST
લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા
May 20,2020, 8:15 AM IST
પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી
May 19,2020, 15:58 PM IST
બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર
કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.
May 19,2020, 15:25 PM IST
મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી
નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અહી કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે (Nitin Patel) તેનું નિરીક્ષણ કર્યું હતું. યુ.એન.મહેતામાં કોરોનાના 270 જેટલા દર્દીઓની સારવાર કરી શકાય તેવી સગવડ સાથે હોસ્પિટલ શરૂ કરાશે. બીજા, ત્રીજા અને ચોથા માળે કોરોનાના દર્દીઓ માટે યુ.એન.મહેતામાં વ્યવસ્થા કરાશે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દર્દીઓનું સંખ્યા વધશે એવું અનુમાન અમે આ બિલ્ડીંગમાં ઉપયોગમાં લીધી છે. શરૂઆતમાં જ અમે વહીવટી તંત્રને સાથે રાખી આફત ઓળખી લીધી. દર્દીઓ વધે તો સારી સારવાર થાય તે માટે કોવિડ હોસ્પિટલ નોટિફાય કરી છે. હાલ 1200 બેડ હોસ્પિટલ શરૂ છે, તમામ સાધન સામગ્રીમાં ફેરફાર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ SVPને પણ કોવિડ માટે સુસજ્જ બનાવી છે. માત્ર બે મહિનામાં જ સરકારે અને amc એ ઝડપથી નિર્ણય કરી 1200 બેડ અને svpમાં 2000 બેડની સુવિધા શરૂ કરી છે.
May 19,2020, 13:54 PM IST

Trending news