સુરતની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત, પરિવારે કોલેજના શિક્ષકો પર કર્યા ગંભીર આક્ષેપ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં જીએનએમ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સોનલ ચૌધરી ગત રોજ મોતને ભેટી છે. વિદ્યાર્થીનીના મોત પાછળ અનેક ઘૂંટાતું રહસ્ય છે.

સુરતની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત, પરિવારે કોલેજના શિક્ષકો પર કર્યા ગંભીર આક્ષેપ

પ્રશાંત ઢીવરે/સુરત: જિલ્લાના પલસાણામાં નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે શાળા પરિવાર દ્વારા તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે. જ્યારે શાળા પરિવાર વિદ્યાર્થીનીને ખેંચ આવતા મોત થયું હોવાનું પોલીસ સમક્ષ જણાવી રહ્યા છે. જોકે સારવાર દરમ્યાન યુવતીના બને પગ તેમજ કમરના ભાગે ફ્રેક્ચર હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે પલસાણાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં જીએનએમ નર્સિંગ કોલેજ સામે અનેક સવાલો થઈ રહ્યા છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં જીએનએમ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સોનલ ચૌધરી ગત રોજ મોતને ભેટી છે. વિદ્યાર્થીનીના મોત પાછળ અનેક ઘૂંટાતું રહસ્ય છે. પરિવારજનોને શાળા પરિવાર દ્વારા ફોન કરી જણાવવામાં આવે છે કે તમારી દીકરીને ખેંચ આવી ગઈ છે અને હાલ સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમની દીકરીના બંને પગે તેમજ કમરના ભાગે ફેક્ચર જોવા મળ્યું હતું. ત્યારે પરિવાર જનો દ્વારા શાળા પરિવાર સામે સવાલ કર્યા હતા. બાળકીને ખેંચ આવી તો તેમને ફેક્ચર કઈ રીતે થયું. જોકે સમગ્ર મામલે શાળા પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેમ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ના હતી. ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનીનું મોત થયું હતું.

બીજી બાજુ ઘટનાને પગલે આદિવાસી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પી. એમ કરાવવાની માંગ કરી હતી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીનું હાલ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ મામલતદારની હાજરીમાં પેનલ પીએમ કરી રિપોર્ટને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. 

સમગ્ર મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે નર્સિંગ માં અભ્યાસ કરતી તેમની દીકરી પર થોડા દિવસ અગાઉ ચોરી નો આરોપ મુકવામાં આવ્યો હતો..ત્યાર બાદ સતત તેમને ટોર્ચર કરવામાં આવતી હતી..જેથી તેની દીકરી ભાંગી પડી હતી. જોકે શાળા  દ્વારા સતત પૂછપરછ કરવામાં આવતી હોવાથી દીકરી નાસિપાત થઈ ગઈ હતી.

જો બાળકી ને ખેંચ આવી હોય તો ફેક્ચર કઈ રીતે થાય. તેવા આક્ષેપ પરિવાર જનો દ્વારા કરાયા હતા. સમગ્ર મામલે શાળા પરિવાર કઈ પણ બોલવા તૈયાર નથી અને હાલ શાળાના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને પરિવારની દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી હતી. 

હાલ તો ઘટનાને લઈ પલસાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી જિલ્લા મેજિસ્ટ્રેટની હાજરીમાં ફોરેન્સિક પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news