Jamnagar: GG Hospital ખાતે શરૂ કરાયું ખાસ સગર્ભા રસીકરણ સેન્ટર

કોરોના (Coronavirus) ની લડાઈ સામે રસીકરણ (Vaccination) અભિયાન એટલું જ જરૂરી છે, ત્યારે જામનગર રસીકરણ (Jamnagar Vaccination) અભિયાનમાં સૌથી મોખરે રહ્યું છે.

Jamnagar: GG Hospital ખાતે શરૂ કરાયું ખાસ સગર્ભા રસીકરણ સેન્ટર

મુસ્તાક દલ, જામનગર: જામનગર (Jamnagar) માં સંભવિત કોરોનાની ત્રીજી લહેરના પગલે વહિવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ કરીને સગર્ભા માતાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માતા-પિતા માટે વિશેષ કોરોના રસીકરણ સેન્ટર જામનગર (Jamnagar) ની જી.જી હોસ્પિટલ (GG Hospital) ખાતે જિલ્લા કલેકટરના હસ્તે આજથી પ્રારંભ કરવામાં આવ્યું.

કોરોના (Coronavirus) ની લડાઈ સામે રસીકરણ (Vaccination) અભિયાન એટલું જ જરૂરી છે, ત્યારે જામનગર રસીકરણ (Jamnagar Vaccination) અભિયાનમાં સૌથી મોખરે રહ્યું છે. અને એમાં પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા રસીકરણ અભિયાન હજુ વધુ મજબૂત બને તે માટે અને ખાસ કરીને સગર્ભા માતાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માતા-પિતા માટે એક વિશેષ કોરોના રસીકરણ બુથ જામનગરની જી.જી હોસ્પિટલ (GG Hospital) ખાતે આજથી શરૂ કરવામાં આવ્યું.

જામનગર (Jamnagar) જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે આ રસીકરણ બુથને ખુલ્લુ મુકવામાં આવ્યું. આ તકે જામનગર (Jamnagar) જી.જી.હોસ્પિટલ (GG Hospital)  ના અધિક્ષક ડો.દિપક તિવારી અને એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદીનીબેન દેસાઇ તેમજ કોરોના નોડલ ઓફિસર સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ ખાસ બુથ ખાતે મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓને કોરોના વેકસીન (Coronavirus Vaccination) આપવામાં આવી હતી.

જામનગર (Jamnagar) જિલ્લા કલેકટર પણ અપીલ કરતા જણાવ્યું કે સગર્ભા માતાઓ કે ખાસ કરીને તેમને ચેપ ન લાગે તેની તકેદારીના ભાગરૂપે આ ખાસ રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને સગર્ભા માતાઓ કોરોનાની લડાઈ સામે મજબૂત થવા આ રસીકરણ કેન્દ્રનો વધુને વધુ લાભ લે તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માતા-પિતાને પણ આ રસીકરણ કેન્દ્ર નો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news